આજકાલ મોટેરાઓ સાથે દેખાદેખીથી શાળામાં જતાં બાળકોમાં પણ તમાકુ અને તેની બનાવટની ચીજવસ્તુઓનું વળગણ અન. લાંબાગાળે તેની ટેવ પડી જતી હોય છે. નાના બાળકોને જેમ વાળો તેમ વળે તેવી વાતને ધ્યાનમાં રાખીને શાળા કક્ષાએ જ તેઓને તમાકુ અને તેના સેવનથી થતાં રોગો વિશેની જાણકારી આપવામાં આવે તો તેને વ્યસન બનતાં જ અટકાવી શકાય તેવાં હેતુ સાથે ટોબેકો સેલ, ભાવનગર તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઉસરડના સંયુક્ત ઉપક્રમે સરસ્વતી હાઈસ્કૂલ, મોટા સુરકા ખાતે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને તમાકુથી થતાં નુકશાન અને તેના અટકાગતી પગલાં માટે નિદર્શન સાથે સમજણ આપવામાં આવી હતી.
સ્પર્ધામાં અવ્વલ આવેલ વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
આ કાર્યક્રમમાં સ્વાસ્થ્ય વિભાગના તાલુકા સુપરવાઈઝરશ્રી અનિલભાઈ પંડિત, સુપરવાઇઝરશ્રી રામદેવસિંહ ચુડાસમા, ડો. રૂપલબેન વૈષ્ણવ, આરોગ્ય કર્મચારીશ્રી જે.ડી. ગોહિલ, શેલતબેન, શુભદ્રાબેન રાઠોડ તથા આશા બહેનોએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવાં માટે આચાર્યશ્રી ચિરાગભાઈ મકવાણા તથા સ્ટાફગણનો સુંદર સહયોગ મળ્યો હતો.
અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર