AhmedabadBreaking NewsElection

લોકસભા ચૂંટણીના ૮૮ મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓના પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમનો બીજો તબક્કો સંપન્ન

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની પૂર્વતૈયારીઓના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચ તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા ગાંધીનગર અને રાજકોટ ખાતે મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ માટે રાજ્યકક્ષાનો પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.તા.૦૯ જાન્યુઆરીના રોજ પૂર્ણ થયેલા બીજા તબક્કાના તાલીમ કાર્યક્રમમાં ભારતના ચૂંટણી પંચના ઉત્તરપ્રદેશ,મધ્યપ્રદેશ અને કર્ણાટક રાજ્યના નેશનલ લેવલ માસ્ટર ટ્રેઈનર્સ દ્વારા ૮૮ જેટલા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓને ચૂંટણી પ્રક્રિયા સંબંધી તાલીમ આપવામાં આવી હતી.

તા.૦૯ ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થયેલા આ પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમમાં મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓને ઉમેદવારી પત્રો અને તેને સંલગ્ન બાબતો,EVM-VVPATના સંગ્રહ-પરિવહન અને જાળવણી,મતદાન મથકને લગતી બાબતો,મતદાનના દિવસની વ્યવસ્થાઓ,પોલીંગ સ્ટાફ,આદર્શ આચારસંહિતા,પોસ્ટલ બેલેટ,મતગણતરી અને પરિણામોની જાહેરાત,પેઈડ ન્યૂઝ,મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરીંગ કમિટી,આઈ.ટી.ઍપ્લિકેશન્સ તથા ખર્ચ નિરિક્ષણ સહિતની બાબતો અંગે વિસ્તૃત તાલીમ આપવામાં આવી.ભારતના ચૂંટણી પંચ દ્વારા ઘડવામાં આવેલા નિયમો,તેને અનુરૂપ અદ્યતન સૂચનાઓ અને નિયત ચૂંટણી પ્રક્રિયાઓ થકી ચૂંટણીઓનું સરળ સંચાલન સુનિશ્વિત કરવા ભારતના ચૂંટણી પંચ તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા આ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર અને રાજકોટ ખાતે તા.૦૫મી ફેબ્રુઆરી, ૨૦૨૪થી તા.૦૯મી ફેબ્રુઆરી,૨૦૨૪ સુધી યોજાયેલા આ બીજા તબક્કાના તાલીમ કાર્યક્રમમાં ભારતના ચૂંટણી પંચના નેશનલ લેવલ માસ્ટર ટ્રેઈનર્સ દ્વારા ૮૮ જેટલા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓને ચૂંટણીની કામગીરી સંબંધિત તમામ વિષયો પર વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તાલીમ કાર્યક્રમના સમાપન પૂર્વે ભારતના ચૂંટણી પંચ દ્વારા તમામ મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓનું ઑનલાઈન મૂલ્યાંકન પણ કરવામાં આવ્યું હતું

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રૂ.૪૦,૦૦૦/-ના ચોરી થયેલ મોબાઇલ ફોન સાથે એક ઇસમને ઝડપી મોબાઇલ ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

દેશી બનાવટની પિસ્ટલ કિ.રૂ.૧૦,૦૦૦/- નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી…

ભાવનગર યુનિવર્સિટીનાં ઈતિહાસ વિભાગનાં વિદ્યાર્થીઓએ ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગારની મુલાકાત લીધી

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી - શામળદાસ કોલેજ ના, ઈતિહાસ વિભાગના…

અમદાવાદની સિવિલ હોસ્પિટલને મળ્યું ૧૦મું સ્કિન ડોનેશન. ઘરે જઇ મેળવવામાં આવેલ ચોથુ સ્કીન દાન

અમદાવાદ, સંજીવ રાજપૂત; સિવિલ હોસ્પિટલમાં આજે ૧૦મું સ્કિન ડોનેશન થયું છે ઘરે જઇને…

દેશી બનાવટની બંદુક (કટ્ટો) ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 362

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *