bhavnagarBreaking NewsEducationGujarat

ભાવનગર ના રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે પર્યાવરણ સંરક્ષણ જાગૃતિ માટેનો કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ભવ્ય ઉજવણી બાદ રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે પર્યાવરણ અંગે જાગૃતિ માટે મિશન લાઇફ અભિયાન અંતર્ગત અન્ય એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ ગુકોસ્ટ ગાંધીનગર,ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) તથા ક્લાઈમેટ ચેન્જ વિભાગ (ગુજરાત સરકાર) ના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.સાથો સાથ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

મિશન લાઇફ અભિયાન હેઠળ આયોજિત કાર્યક્રમમાં ડૉ.આઈ.આર.ગઢવી,હેડ,મરીનસાયન્સ ડીપાર્ટમેન્ટ,એમ.કે.બી.યુનિ,દ્વારા એક સેશન લેવામાં આવ્યો હતો.જેમાં તેમણે પાણી નો દૂરઉપયોગ કેવી રીતે અટકાવવો જોઈએ અને ઇ-વેસ્ટ કેવી રીતે ઓછો કરવો જોઈએ તેના પર બાળકો ને સરસ માર્ગદર્શન આપ્યું હતું તથા ડૉ.આશીષ શુક્લા,પ્રોફેસર દ્વારા પણ એક ઇંનટેરેક્ટિવ સેશન લેવામાં આવ્યો હતો.જેમાં આપણું જીવન ભારતીય સંસ્કૃતિ ને અપનાવી ને કેવી રીતે ટકાઉ બનાવવું તથા પર્યાવરણને અનુકૂળ જીવનશૈલીને પ્રોત્સાહન આપી પર્યાવરણ નું સંરક્ષણ કરવું આ વિષય પર ખૂબ રસપ્રદ વાત કરવામાં આવી.ત્યારબાદ બાળકોને વિડીયો બતાવવામાં આવ્યા હતા જેમાં ભારત સરકાર દ્વારા મિશન લાઇફ પહેલ હેઠળ સાત શ્રેણીઓ પ્રકાશિત કરવામાં આવી હતી,જેમ કે ઊર્જા બચાવો,પાણી બચાવો,કચરો ઓછો કરો,ઇ-વેસ્ટ ઓછો કરો,તંદુરસ્ત જીવનશૈલી અપનાવો,ટકાઉ ખોરાક પ્રણાલી અપનાવો અને સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરો

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (IWD) દર વર્ષે 8મી માર્ચે મહિલાઓની સિદ્ધિઓનું સન્માન કરવા,લિંગ સમાનતા વિશે જાગૃતિ લાવવા અને વિશ્વભરમાં મહિલાઓના અધિકારોની હિમાયત કરવા માટે ઉજવવામાં આવે છે.પર્યાવરણના ટકાઉ વિકાસ માટે મહિલાઓ નો પણ ફાળો છે.મહિલા દરેક ક્ષેત્ર માં મોખરે છે.નારીએ સતત પોતાના વિકાસમાર્ગની અડચણોને દૂર કરી આગળ વધી રહી છે.જુદાંજુદાં ક્ષેત્રે સ્ત્રીએ સિદ્ધિઓ સર કરી ને આજના યુગમાં મહિલા પણ પુરુષ સમોવડી બની છે.

1901 અને 2022 ની વચ્ચે 60 મહિલાઓને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે.ચોવીસ મહિલાઓને ભૌતિકશાસ્ત્ર,રસાયણશાસ્ત્ર,શરીરવિજ્ઞાન અથવા દવામાં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે.આરએસસી ભાવનગર એક યુનિક નોબેલ પ્રાઇઝ (ફીજીઓલૉજી ઓર મેડિસિન ક્ષેત્રે) ગેલેરી ધરાવે છે જેમાં ઘણી મહિલાઓ ને નોબેલ પારિતોષિક મળેલ છે.આરએસસી ભાવનગર ના ફીમેલ સ્ટાફ દ્વારા આ મહિલા વૈજ્ઞાનિકો ને યાદ કરી તેમની સિદ્ધિઓ બિરદાવવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ભાવનગરની વિવિધ શાળાઓનાથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને મહેમાનો સાથે વાર્તાલાપ કર્યો હતો.કાર્યક્રમના અંતે,ભાગ લેનાર વિદ્યાર્થીઓએ મિશન લાઈફને તેમના જીવનનો એક ભાગ બનાવવાની પ્રતિજ્ઞા લીધી.

સમગ્ર કાર્યક્રમનું આયોજન રીજીયોનલ સાયન્સ સેન્ટર,ભાવનગરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો.ગિરીશ ગૌસ્વામી ની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી…

ભાવનગરમાં શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડીના ગૌ ગોષ્ઠી સમારોહમાં સહભાગી થતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ:-  દરેક જીવ માટે સંવેદના રાખી કાર્ય કરીશું તો…

ગુજરાતનો દરિયો ડોલ્ફિનનું ‘ઘર’ ગુજરાતમાં કચ્છ થી ભાવનગર સુધીના દરિયાકિનારે ડોલ્ફિનનું અસ્તિત્વ નોંધાયું

ગાંધીનગર, સંજીવ રાજપૂત: વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે,…

1 of 359

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *