જિલ્લા મહિલા અને બાળ વિકાસની કચેરી, ભાવનગર દ્રારા શ્રી ગંભીરસિંહજી સરકારી હાઇસ્કુલ, વલ્લ્ભીપુર ખાતે ભારત સરકાર પુરસ્કૃત “બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત પોકસો અધિનિયમ-૨૦૧૨ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.
કાર્યક્રમની શરૂઆતમાં આચાર્યશ્રી દ્વારા પ્રાસિંગક ઉદબોધન કરેલ જેમાં પોક્સો એક્ટનું મહત્વ છે તેમજ સરકારશ્રીની મહિલાલક્ષી વિવિધ યોજનાઓ અંગેના મહત્વ વિશે માહિતી આપેલ ત્યારબાદ જેન્ડર સ્પેશિયાલીસ્ટ દ્વારા સાઇબર સેફટી, વ્હાલી દિકરી યોજના અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી. ત્યારબાદ બાળ સુરક્ષા એકમના રાધિકાબેન ખસીયા દ્વારા જાતીય ગુન્હાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ-૨૦૧૨ (પોકસો એકટ) વિશે વિગતવાર માહિતી આપી હતી જેમાં બાળક કોને કહેવાય તેની વ્યાખ્યા, ગુડ ટચ બેડ ટચ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવેલ હતી.
મિશન કો-ઓર્ડીનેટર સંજયભાઈ દ્વારા મહિલા અને બાળ અધિકારીની કચેરીમાં કાર્યરત તમામ યોજનાઓ અંગે અને કિશોરીઓ માટેની પુર્ણા યોજના અંગે માહિતી આપવામાં આવેલ હતી અને ત્યારબાદ મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સેલર રીનાબેન દ્વારા સેન્ટરની કામગીરી અંગે અને ઘરેલું હિંસા અંતર્ગત આવેલ કેસોમાં કાઉન્સેલિંગ દ્રારા સમાધાન કરવામાં આવેલ કેસ અંગે માહિતી આપવામાં આવેલ હતી. કાર્યક્રમના અંતમાં હિતેન્દ્રસિંહ ગોહિલસર દ્રારા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં હાઇસ્કુલના આચાર્યશ્રી જતીનભાઇ વ્યાસ તેમજ સ્કુલના પીટી શિક્ષક શ્રી હિતેન્દ્રસિંહ ગોહિલ, બાળ સુરક્ષા એકમના કર્મચારીશ્રી રાધિકાબેન ખસીયા, DHEW યોજનાના મિશન કો-ઓર્ડીનેટર સંજયભાઈ ઘાઘરેટીયા અને જેન્ડર સ્પેશિયાલીસ્ટ અજયભાઈ ધોપાળ, PBSC કાઉન્સેલર રીનાબેન વાધેલા તેમજ OSC સેન્ટરના જયશ્રીબેન ઉપસ્થિત રહ્યા હતા.