સસ્તા અને ટકાઉ સ્કૂલ બેગ લોકોને સરળતાથી મળી રહે તેવો આશ્રય : વનીતાબેન ડાભી
“વેસ્ટમાંથી બેસ્ટ” બનાવવાના ક્લાસમાંથી બહેનોને સુશોભનની વસ્તુ શીખવવામાં આવતી હોય છે પરંતુ જ્યારે કોઈ નવીનતમ વિચારને અમલમાં મૂકીને તમારી પાસે રહેલ બિનઉપયોગી ચીજવસ્તુમાંથી ગુણવતાયુક્ત વસ્તુ લોકો સુધી સરળતાથી મળી રહે તેવા આશ્રય સાથે તળાજા તાલુકા ની સખી મંડળની બહેનો કાર્ય કરી રહી છે
વાત છે બાપા સીતારામ સખી મંડળ ની બહેનોની જેમને ગામની ૧૦ બહેનોએ મળીને ગામમાં રહેલ જીન્સ નાં કારખાનામાં વધતાં વેસ્ટેજ જીન્સ નાં કાપડમાંથી સ્કૂલ બેગ બનાવવાનો નવીનતમ પ્રયાસ હાથ ધર્યો છે
તળાજા તાલુકાના બાપા સીતારામ સખીમંડળની ૧૦ બહેનો ભેગા મળીને જીન્સનાં વેસ્ટેજ કાપડમાંથી ટકાઉ સ્કૂલ બેગ બનાવીને લોકોને વ્યાજબી ભાવથી બેગ પૂરા પડે છે સખી મંડળને રાજ્ય સરકાર તરફથી ૧૨ હજારનું રીવોલ્વીંગ ફંડ પણ મળ્યું છે. આ ઉપરાંત સખી મંડળની બહેનોને અલગ અલગ વસ્તુ વેસ્ટ માંથી બેસ્ટ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી જેમાંથી બહેનોએ પોતાના ગામમાંથી પ્રાપ્ત થતાં વેસ્ટ જીન્સ નાં કાપડ માંથી બેગ બનાવીને પગભર થવાનું નક્કી કર્યું છે.
બાપા સીતારામ સખી મંડળ નાં ડાભી વનિતાબેને જણાવ્યું હતું કે ગામ ની ૧૦ બહેનો ભેગી મળી સખી મંડળ ચલાવે છે તેઓએ શાળાએ જતાં બાળકોને સસ્તા અને ટકાઉ સ્કૂલ બેગ મળી રહે તે માટે જીન્સ નાં કાપડમાંથી સ્કૂલ બેગ બનાવવાનો વિચાર આવ્યો હતો. હાલમાં ઉનાળા નાં વેકેશન પછી એમને સારો એવો ઓર્ડર મળતો હોય છે આ ઉપરાંત બહેનો દ્વારા કપડાના જીન્સનાં થેલા પણ બનાવવામાં આવે છે આમ બાપા સીતારામ સખી મંડળની બહેનો પગભર બનવાની સાથે આત્મનિર્ભર થઈ છે
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભાવનગરમાં યોજાયેલ સખી મંડળનાં મેળામાં રાજ્ય સરકાર દ્વારા સ્ટોલ પૂરો પાડવામાં આવ્યો છે આથી તેમણે વેચાણ વધારવામાં મદદ મળશે આ ઉપરાંત ભવિષ્યનાં ઓર્ડર પણ મળે તેવી આશા વ્યક્ત કરી હતી આ ઉપરાંત તેમણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો કે વિવિધ યોજના થકી આજે બહેનો પગભર થઈ રહી છે આવા આયોજનથી સખી મંડળો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓના વેચાણને યોગ્ય મધ્યમ તથા પ્રોત્સાહન મળી રહેશે
અત્રે ઉલેખનીય છે કે “વંદે ગુજરાત ૨૦ વર્ષ નો વિશ્વાસ અને ૨૦ વર્ષ નો વિકાસ” સખી મેળામાં વિવિષ સખી મંડળ ની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓનું વિવિધ ૭૫ સ્ટોલ પરથી સીધું વેચાણ કરવામાં આવશે.