પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા,શ્રી વી.વી.ધ્રાંગુ,શ્રી એમ.જે.કુરેશી તથા એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૨૩/૦૨/૨૦૨૪ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તાર માં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.કો. તરૂણભાઇ નાંદવા તથા ભદ્દેશભાઇ પંડયાને બાતમીરાહે હકિકત મળેલ કે,મહુવા,વાસુ હોટલ સામે આવેલ એમ.એન.શોપીંગ સેન્ટર પાસે જાહેર જગ્યામાં લાઇટના અજવાળે ગે.કા.રીતે અમુક માણસો ગોળ કુંડાળુ વળી પૈસા પાના વતી તીનપત્તીનો હાર જીતનો જુગાર રમે છે.જે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો નીચે મુજબનાં મુદ્દામાલ સાથે ગંજીપતાનાં પાનાં વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા પકડાય ગયેલ.તેઓ વિરૂધ્ધ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
આરોપીઓઃ
1. ગીરીશભાઇ પ્રવિણભાઇ ગૌસ્વામી ઉ.વ.૩૭ રહે.મોતીચોક, પાસેખ શેરી, મહુવા
2. રાજુભાઇ લખમણભાઇ જોળીયા ઉ.વ.૪૯ રહે.નુતનનગર, મહુવા
3. રવજીભાઇ બચુભાઇ પરમાર ઉ.વ.૪૨ રહે.પ્લોટ નં.૧૨૫, મંગલમુર્તી સ્કુલ સામે, વીટીનગર, મહુવા
4. મનસુખભાઇ બાલુભાઇ ડાભી ઉ.વ.૫૮ રહે.મંગલ મુર્તી સ્કુલની પાછળ,વીટીનગર,મહુવા
રેઇડ દરમિયાન કબ્જે કરેલ મુદ્દામાલઃ
ગંજીપત્તાના પાના નંગ-૫૨ તથા ભારતીય દરની અલગ-અલગ ચલણી નોટો રોકડ રૂ.૧૨,૩૪૦/- નો મુદ્દામાલ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા,શ્રી વી.વી.ધ્રાંગુ,શ્રી એમ.જે.કુરેશી તથા પોલીસ કર્મચારી અશોકભાઇ ડાભી,ભદ્દેશભાઇ પંડયા,તરૂણભાઇ નાંદવા,મહેન્દ્દસિંહ સરવૈયા,પીનાકભાઇ બારૈયા વગેરે જોડાયાં હતાં.