પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવ્રૃતિ નેસ્તનાબુત કરવા તેમજ નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામના કેદીઓ, પેરોલ ફર્લો જંમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓને પકડી પાડવા માટે ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સબ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા તથા પેરોલ ફર્લો સ્કવોડનાં કર્મચારીઓને સખત સુચના આપેલ.
જે અનુસંધાને પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર જીલ્લાના ગુન્હાઓમાં નાસતા-ફરતાં આરોપીઓની તપાસમાં હતાં તે દરમ્યાન પોલીસ સ્ટાફને બાતમીરાહે હકિકત મળેલ કે, શિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છેતરપીંડી અને વિશ્વાસઘાતના ગુન્હામાં છેલ્લા પંદરેક વર્ષથી નાસતાં-ફરતાં આરોપી મહેશ ઉર્ફે મલો સવજીભાઇ ભુંગાણી રહે.લાઠીદડ, જી.બોટાદ વાળો હાલ દીલ્લી મેટ્રો રેલ્વે સ્ટેશનની બાજુમાં રહે છે. જે બાતમી આધારે સ્ટાફના માણસોએ બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતાં નીચે મુજબના નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવેલ. જેથી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી શિહોર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ.
આરોપી: – મહેશભાઇ ઉર્ફે મલો સવજીભાઇ ભુંગાણી/પટેલ ઉવ.૬૧ ધંધો.ડ્રાઇવીંગ રહે.લાઠીદડ ગામ, તા/જી.બોટાદ હાલ- મેટ્રો રેલ્વે સ્ટેશનની બાજુમાં, મહાકાલીકા મંદીર, દિલ્લી
આરોપીને પકડવાનો બાકી ગુન્હો:-
1. ભાવનગર, શિહોર પોલીસ સ્ટેશનના ફસ્ટ ગુ.ર.નં.- ૬૩/૨૦૧૧ ઇ.પી.કો. કલમ.-૪૦૮, ૧૧૪, મુજબ.
2. સુરત ગ્રામ્ય, કડોદરા જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૪૧/૨૦૦૯ ઇ.પી.કો. કલમ.-૪૦૬,૪૦૭,૪૨૦ વિ. મુજબ.
આ કામગીરી કરનાર પોલીસ સબ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા, હેડ કોન્સ.દીપસંગભાઇ ભંડારી,હેડ કોન્સ.હિરેનભાઇ સોલંકી,હેડ કોન્સ.હરેશભાઇ ઉલવા,હેડ કોન્સ.પ્રજ્ઞેશભાઇ પંડયા, પો.કોન્સ. નિતીનભાઇ ખટાણા,પો.કોન્સ.મજીદભાઇ શમા,પો.કોન્સ. હરપાલસિંહ,