પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા તેમજ નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના અધિકારી/કર્મચારીઓને સખત સુચના આપેલ.
તા.૦૪/૦૮/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફના માણસો ભાવનગર સીટી વિસ્તારમાં નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન એજાજખાન પઠાણ પો.કોન્સ.,એલ.સી.બી.,ભાવનગરનાઓને બાતમી મળેલ કે,પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટાં દસ્તાવેજો બનાવવાના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી અકબર ચૌહાણ રહે. કુંભારવાડા, ભાવનગરવાળા તેના રહેણાંક મકાને હાજર છે. જે બાતમી આધારે સ્ટાફના માણસોએ બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબના નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવેલ.જેથી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ.જે અંગે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનને જાણ કરવા તજવીજ કરવામાં આવેલ.
નાસતાં-ફરતાં આરોપીઃ-અકબર સલીમભાઇ ચૌહાણ ઉ.વ.૩૨ ધંધો.ડ્રાયવિંગ રહે.રૂમ નં.૫૮,ગુજરાત હાઉસીંગ બોર્ડ,રોહીત મીલવાળા ખાંચામાં, કુંભારવાડા, ભાવનગર
નાસતાં-ફરતાં આરોપીને પકડવાનો બાકી ગુન્હોઃ-ભાવનગર, પાલીતાણા ટાઉન પો.સ્ટે. ગુ.ર.ન.૧૧૧૯૮૦૪૨૨૪૩૦૦૬૫/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૪૦૬,૪૨૦, ૪૬૫, ૪૬૭ વિગેરે મુજબ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ.શ્રી પી.બી.જેબલીયા તથા સ્ટાફના અનિરૂધ્ધસિંહ ગોહિલ,એજાજખાન પઠાણ,કેવલભાઇ સાંગા,જયદિપસિંહ ગોહિલ જોડાયાં હતાં .