પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ આગામી દિવસોમાં યોજાનાર લોકસભા ની ચુંટણીને ધ્યાને લઇ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ તથા એલ.સી.બી.ના અધિકારી/કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/ કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.
તા.૧૭/૦૪/૨૦૨૪નાં રોજ ભાવનગર,એલ.સી.બી.સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં રામનવમી ના તહેવાર સબબ પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે,અમદાવાદ શહેર,ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ખોટાં દસ્તાવેજો બનાવી તેનો ઉપયોગ કરી ઠગાઇ-વિશ્વાસઘાત કરવાના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી રમીઝ ઉર્ફે ડીકો શાહિદભાઇ સૈયદ રહે.રૂવાપરી રોડ,ભાવનગરવાળા રૂવાપરી રોડ ઉપર આવેલ કુરેશી ગેરેજ સામે રોડ ઉપર ઉભો છે.જે બાતમી આધારે તપાસ કરતાં નીચે મુજબનાં આરોપી હાજર મળી આવતાં તેની પુછપરછ કરતાં અમદવાદ શહેર,ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં નીચે જણાવ્યા મુજબના ગુન્હા માં નાસતા-ફરતા હોવાનું જણાય આવેલ.જેથી આગળની વધુ તપાસ માટે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં સોંપી અમદાવાદ શહેર,ડી.સી.બી. પોલીસ સ્ટેશનને જાણ કરવા તજવીજ કરેલ.
નાસતાં-ફરતાં આરોપીઓઃ-
રમીઝ ઉર્ફે ડીકો શાહિદભાઇ સૈયદ ઉ.વ.૨૧ ધંધો-એ.સી. રીપેરીંગ રહે.બાબુ મહેતાની વાડી, કુરેશી ઓટો ગેરેજ, રૂવાપરી રોડ,ભાવનગર
નાસતાં-ફરતાં ગુન્હાની વિગત:-
અમદાવાદ શહેર, ડી.સી.બી પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૧૨૨૦૧૬૪/૨૦૨૨ ઇ.પી.કો. કલમઃ-૪૦૯, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૭૧, ૧૨૦ બી મુજબ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી કે.એસ.પટેલ તથા પો.સબ.ઇન્સ.શ્રી.વી.વી.ધ્રાંગુ તથા સ્ટાફનાં વનરાજભાઇ ખુમાણ,જગદેવસિંહ ઝાલા,લગ્ધીરસિંહ ગોહિલ,જયદિપસિંહ રઘુભા