પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ શ્રી જગન્નાથજી ભગવાનની રથયાત્રાને ધ્યાને લઇ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી સ્ટાફનાં અધિકારી/માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૧૯/૦૬/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી.પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે,અગાઉ દારૂના કેસમાં પકડાયેલ ચાર આડોડીયા મહીલાઓ તેનાં કબ્જા-ભોગવટાના થેલાઓમાં ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો બહાર થી લાવી હાલ નારી ચોકડી સદગુરુ કોમ્પલેક્ષ પાસે જાહેર રોડ ઉપર ઉભા છે.જે બાતમી આધારે રેઇડ કરતા નીચે મુજબની બ્રાન્ડના ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની કંપની સીલપેક બોટલો મળી આવેલ.તેના વિરૂધ્ધ ભાવનગર,વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઃ-
1. અંજનાબેન વા/ઓ પંકજભાઇ રાજેન્દ્રભાઇ રાઠોડ ઉ.વ.૩૨
2. હિનાબેન ઉર્ફે મધુબેન વા/ઓ જગદિશભાઇ રવિશંકર રાઠોડ ઉ.વ.૪૫
3. ચંદ્રાબેન વા/ઓ રણુભાઇ ભુરાભાઇ પરમાર ઉ.વ.૬૮ રહે.ત્રણેય આડોડિયાવાસ,ભાવનગર
4. ભાવનાબેન વા/ઓ રમણીકભાઇ ઉર્ફે નાનજીભાઇ કાનજીભાઇ ગોહેલ ઉ.વ.૫૨ રહે.માચીસ ગલી,કુબેરનગર,છારાનગર,અમદાવાદ શહેર
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. અંગ્રેજીમાં ઇન્ડીયન ગોલ્ડ વોડકા લખેલ ૧૮૦ ML પ્લાસ્ટીકની કંપની સીલપેક બોટલ નંગ-૧૪૪ કિ.રૂ.૧૪,૪૦૦/- તથા થેલા-૦૨ કિ.રૂ.૨૦૦/-
2. ૮ પી.એમ. સ્પેશ્યલ વ્હીસ્કી ૧૮૦ ML પ્લાસ્ટીકની કંપની સીલપેક બોટલ નંગ-૯૬ કિ.રૂ.૧૧,૫૨૦/-તથા થેલા-૦૨ કિ.રૂ.૨૦૦/-
3. ઓફીસર્સ ચોઇસ પ્રેસ્ટીજ વ્હીસ્કી લખેલ ૧૮૦ ML પ્લાસ્ટીકની કંપની સીલપેક બોટલ નંગ-૭૨ કિ.રૂ.૯૦૦૦/- તથા થેલીની કિ.રૂ.૨૦/-મળી કુલ રૂ.૩૫,૩૪૦/-નો મુદ્દામાલ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા,પો.સબ ઇન્સ.શ્રી વી.વી.ધ્રાંગુ તથા મહેન્દ્દભાઇ ચૌહાણ,સાગરભાઇ જોગદિયા,ઘનશ્યામભાઇ ગોહિલ,અનિલભાઇ સોલંકી,રાજેન્દ્દભાઇ બરબસીયા,સંજયભાઇ ચુડાસમા,જાગૃતિબેન કુંચાલા જોડાયાં હતાં.