bhavnagarBreaking NewsCrimeGujarat

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ ની જોરદાર કામગીરી રોકડ રૂ.૨૨,૧૩૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાના પાના-પૈસાથી હાથકાંપનો હારજીતનો જુગાર રમતાં ચાર ઇસમોને ઝડપી પાડયા.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,પી.બી.જેબલીયા,એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૧૨/૧૨/૨૦૨૩ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન વનરાજભાઇ ખુમાણ હેડ કોન્સ.એલ.સી.બી.,ભાવનગરને બાતમી મળેલ કે,ભાવનગર,હાદાનગર,ગુરૂનગર વાડી સામે,મામાના ઓટલા પાસે જાહેર જગ્યામાં અમુક માણસો ભેગા થઇ ગંજીપતાનાં પાનાં વડે હારજીતનો જુગાર રમે છે.જે માહિતી આધારે રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો નીચે મુજબનાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાના પાના-પૈસાથી હાથકાંપનો હારજીતનો જુગાર રમતા પકડાય ગયેલ.તેઓ વિરૂધ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
આરોપીઓઃ-
1. શાહનવાઝ ઉર્ફે શાહુ યુસુફભાઇ રાઠોડ ઉ.વ.૨૫ ધંધો-મજુરી
2. અસ્લમ ઉર્ફે કલી હબીબભાઇ રાઠોડ ઉ.વ.૩૧ ધંધો-કડિયાકામ
3. આશીફ ઉર્ફે બાવ મહંમદભાઇ પરમાર ઉ.વ.૨૮ ધંધો-ડ્રાયવીંગ
4. ઇમરાન ઉર્ફે મામા અબ્દુલભાઇ શેખ ઉ.વ.૨૫ ધંધો-ડ્રાયવીંગ રહે. તમામ સરકારી પાયખાના પાસે,જુની માણેક વાડી, ભાવનગર
રેઇડ દરમિયાન કબ્જે કરેલ મુદ્દામાલઃ- ગંજીપત્તાનાં પાના-૫૨ તથા રોકડા રૂ.૨૨,૧૩૦/- મળી કુલ કિ.રૂ.૨૨,૧૩૦/– નો મુદ્દામાલ
આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા,પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી વનરાજભાઇ ખુમાણ,જગદેવસિંહ ઝાલા,લગ્ધીરસિંહ ગોહિલ,જયદિપસિંહ રઘુભા વગેરે જોડાયાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ

સિહોર તાલુકાના પીપળીયા ગામે પાટીદાર સમાજના એક ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને…

અધેવાડા ખાતે સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન દ્વારા 100 કરોડ મહામૃત્યુંજય જપમાળા અભિયાન સંકલ્પ શિબિર સંપન્ન

સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન (ઈન્ડિયા) ૧૦૦ કરોડ મહામૃત્યુંજય જપમાલા અભિયાન સંકલ્પ…

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

-ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે…

1 of 104

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *