પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ નાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના અધિકારી/માણસોને ગુનેગારો ઉપર વોચ રાખવા તેમજ હથિયારને લગતાં કેસો શોધી કાઢવા માટે સુચના આપેલ.
તા.૧૭/૦૩/૨૦૨૫ના રોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફના માણસો અલંગ મરીન પોલીસ સ્ટેશન વિસ્તાર માં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન બાતમી મળેલ કે, આઝાદ પાસવાન ઢોળાઇ પાસવાન રહે. પ્લોટ નં.૨૪(એલ)ની સામે, આરાધના ટોકીઝ પાસે,અલંગ શીપયાર્ડ તા.તળાજાવાળો અલંગ જી.એમ.બી. ચેક પોસ્ટ પાસે શ્રીરામ સ્ક્રેપ નામના ખાડા પાસે તેનાં નેફામાં દેશી હાથ બનાવટનો બંદુક/કટ્ટો રાખી ઉભો છે. જે બાતમી આધારે તપાસ કરતાં નીચે મુજબના માણસ નીચે મુજબના મુદ્દામાલ સાથે હાજર મળી આવતાં તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ.
પકડાયેલ આરોપીઃ-આઝાદ પાસવાન ઢોળાઇ પાસવાન ઉ.વ.૨૫ ધંધો-મજુરી રહે. પ્લોટ નં.૨૪(એલ)ની સામે, આરાધના ટોકીઝ પાસે,અલંગ શીપયાર્ડ તા.તળાજા જી.ભાવનગર મુળ-મંગળપુર ઉર્ફે મંગળવા તા.પૈકોલી જી.કુશીનગર રાજય-ઉત્તરપ્રદેશ
તેમની પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ દેશી બનાવટનો લાકડાનાં હાથામાં એક સ્ક્રુથી ફિટ કરેલ બેરલ લંબાઇ-૧૪ સે.મી તથા હાથાની લંબાઇ-૯ સે.મી.નો દેશી હાથ બનાવટની બંદુક/કટ્ટો કિ.રૂ.૨,૦૦૦/- નો મુદ્દામાલ
આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ તથા એલ.સી.બી. સ્ટાફનાં અરવિંદભાઇ બારૈયા, અશોકભાઇ ડાભી, તરૂણભાઇ નાંદવા, પ્રવિણભાઇ ગળચર જોડાયાં હતાં.