પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા અધિકારીશ્રીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૦૬/૦૩/૨૦૨૫ના રોજ ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, હરેશ ઉર્ફે જટી રમેશભાઇ વાઘેલા રહે. મેલડીમાંની ધાર, ખેડુતવાસ, ભાવનગર વાળાએ ભાવનગર રૂવાપરી રોડ, ટેકરીચોકની પાછળના ભાગે, મંછાશેઠના જર્જરીત મકાનમાં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી સગેવગે કરે છે. જે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા નીચે મુજબના માણસ નીચે મુજબના ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની ફોર સેલ ઇન પંજાબ બોટલો સાથે હાજર મળી આવેલ. તેના વિરૂધ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિ.એકટની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઃ-હરેશ ઉર્ફે જટી રમેશભાઇ વાઘેલા ઉ.વ.૨૨ ધંધો-મજુરી રહે.મફતનગર,મેલડીમાંની ધાર,ખેડુતવાસ, ભાવનગર હાલ- ટોળકીનગર, કોળી જ્ઞાતિની વાડી પાસે, રૂખડિયા હનુમાન સામે,ક.પરા, ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. મેકડોવેલ્સ નં.૦૧ ઓરીજનલ બ્લેન્ડેડ વ્હીસ્કી ૭૫૦ M.L.કાચની કંપની સીલપેક બોટલ નંગ-૧૨-૧૨ ભરેલ પુંઠાની પેટી નંગ-૧૩ તથા છુટક બોટલ નંગ-૧૨ કુલ બોટલ નંગ-૧૬૮ કિ.રૂ.૯૪,૨૪૮/-
2. રોયલ ચેલેન્જ ફાઈન રીઝર્વ વ્હીસ્કી ૭૫૦ M.L. કાચની કંપની સીલપેક બોટલ નંગ-૧૨-૧૨ ભરેલ પુંઠાની પેટી નંગ-૧૨ તથા છુટક બોટલ નંગ-૧૨ ભરેલ કોથળીઓ નંગ-૧૧ મળી કુલ બોટલ નંગ-૨૭૬ કિ.રૂ.૧,૮૯,૩૩૬/-
3. રોયલ સ્ટેગ સુપીરીયર વ્હીસ્કી ફોર સેલ ઇન પંજાબ સ્ટેટ ઓન્લી લખેલ ૭૫૦ M.L. કાચની કંપની સીલપેક બોટલ નંગ-૧૨-૧૨ ભરેલ પુંઠાની પેટી નંગ-૦૯ કુલ બોટલ નંગ-૧૦૮ કિ.રૂ.૭૨૬૮૪/- મળી કુલ રૂ.૩,૫૬,૨૬૮/- નો મુ્દામાલ
આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ. શ્રી વી.વી.ધ્રાંગુ તથા સ્ટાફના વનરાજભાઇ ખુમાણ, જયદિપસિંહ ગોહિલ, કેવલભાઇ સાંગા, માનદિપસિંહ ગોહિલ જોડાયાં હતાં.