પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ તથા વાહન ચોરીઓના ગુન્હાઓ બનવા પામેલ હોવાથી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ તથા એલ.સી.બી.ના અધિકારી/ કર્મચારીઓને ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ ચોરી,વાહન ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.
તા.૦૯/૦૪/૨૦૨૪ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો વણશોધાયેલ ગુન્હાના શકદારોની તપાસમાં ભાવનગર સીટી વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે,અગાઉ નોકર ચોરીના ગુન્હામાં પકડાયેલ પાર્થ રમેશભાઇ મહેતા રહે.ભાદેવાની શેરી,ભાવનગર વાળો તેના હાથમાં રહેલ લીલા કલર જેવી થેલીમાં સોનાના દાગીના લઇને ભાવનગર,બસ સ્ટેશન પાછળના ભાગે હોમગાર્ડ ઓફિસની સામેના ભાગે રોડ ઉપર ઉભેલ છે.જે સોનાના દાગીના કયાંકથી ચોરી કરી લાવેલ હોવાની શંકા છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબના માણસ નીચે મુજબના સોનાના દાગીનાઓ સાથે હાજર મળી આવેલ.જે સોનાના દાગીનાઓ અંગે તેની પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપતાં ન હોય.જેથી આ સોનાના દાગીનાઓ તેણે ચોરી અગર તો છળકપટથી મેળવી લાવેલ હોવાથી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.
આ માણસની પુછપરછ કરતાં ગઇ તા.૨૨/૦૩/૨૦૨૪ને શુક્રવારના રોજ તેના ફુવા પ્રવિણભાઇ પરિવાર સાથે તેના ઘરે રાતના જમવા માટે આવેલ.ત્યારે ઘરેથી જમવાનું પાર્સલ લાવવા માટે તેના ફુવાનું એકસેસ સ્કુટર લઇ સ્કુટરમાં તેના ફુવાના ઘરની ચાવી હોવાથી દેવુબાગ,દિપ દર્શન ફલેટમાં આવેલ ફલેટમાં જઇ તેના ફુવાના દિકરા નિખીલભાઇના રૂમમાં કબાટ ખોલી તેમાંથી સોનાના દાગીનાઓની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ.જે અંગે આગળની વધુ તપાસ થવા માટે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.
પકડાયેલ માણસઃ-પાર્થ રમેશભાઇ મહેતા ઉ.વ.૨૩ ધંધો-જાહેરાતનો રહે.ફલેટ નંબર-એ-૨,સાંનિધ્ય ફલેટ,ઇન્ફન્ટ સ્કુલની સામે,ભાદેવાની શેરી,ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. સોનાની ૧૪ કાપાવાળી હુક સાથેની લક્કી નંગ-૦૧ વજન-૧૪ ગ્રામ ૩૩૦ મીલીગ્રામ કિ.રૂ.૯૦,૦૦૦/-
2. લાલ કલરની ડિઝાઇનવાળી સોનાની બુટ્ટી જોડ-૦૧ વજન-૭ ગ્રામ ૬૦૦ મીલીગ્રામ કિ.રૂ.૪૮,૦૦૦/-
3. સોનાનું પાંદડીની ડિઝાઇનવાળું ડોકિયું (હાર) વજન-૧૬ ગ્રામ ૪૬૦ મીલીગ્રામ કિ.રૂ.૧,૦૪,૦૦૦/-
4. સોનાના લાંબા દોરાવાળું ડોકિયું (હાર) વજન-૧૭ ગ્રામ ૫૦ મીલીગ્રામ કિ.રૂ.૧,૦૮,૦૦૦/-
5. સ્ટીલ ગ્રે કલર જેવો ઓપો કંપનીનો ડીવાઇસ નેમ-OPPO A53 મોબાઇલ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ રૂ.૩,૬૦,૦૦૦/-નો મુદ્દામાલ
શોધી કાઢવામાં આવેલ ગુન્હાઓઃ-નિલમબાગ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૮૦૦૧૨૪૦૧૩૫/૨૦૨૪ ઇ.પી.કો. કલમઃ-૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ
ગુન્હાહિત ઇતિહાસઃ-આ ગુન્હાના આરોપી અગાઉ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં નોકર ચોરીના ગુન્હામાં પકડાય ગયેલ છે.
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ શ્રી પી.બી.જેબલીયા,શ્રી વી.વી.ધ્રાંગુ સ્ટાફનાં વનરાજભાઇ ખુમાણ,જગદેવસિંહ ઝાલા,લગ્ધીરસિંહ ગોહિલ,જયદિપસિંહ ગોહિલ જોડાયાં હતાં.