ભાવનગર રેન્જ આઇ.જી.પી શ્રી ગૌતમ પરમાર તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી ડો.હર્ષદ પટેલ તથા મહુવા ડિવીઝનના મદદનીશ પોલીસ અધીક્ષકશ્રી અંશુલ જૈન નાઓએ પ્રોહિબિશન તથા જુગારની બદી નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હતી.
જે અન્વયે અલંગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટરશ્રી આર.એ.વાઢેર નાઓની રાહબરી હેઠળ પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ રાજપાલસિંહ ગોહિલ ને મળેલ ચોક્કચ બાતમી હકીકત આધારે અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજપરા નં. ૦૨ ગામના ચોકમાં ગેઇટની લાઇટના અંજવાળે જાહેરમાં રોડ ઉપર ગંજીપતાના પાનાથી જુગાર રમતા કુલ ૦૩ ઇસમોને રોકડા રુપિયા-૧૦,૩૫૦/- તથા જુગારના સાહિત્ય સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
પકડાયેલ આરોપીઓ-
(૧) બાબુભાઈ માધાભાઈ ગોહિલ ઉ.વ.૨૮ રહે. ગામ-રાજપરા નંબર-૦૨,તા. તળાજા, જી.ભાવનગર. (२) નિલેષભાઈ પોપટભાઇ ડાભી ઉ.વ.૨૧, રહે. ગામ-રાજપરા નંબર-૦૨,તા. તળાજા, જી.ભાવનગર (૩) તુલશીભાઇ મકાભાઈ મકવાણા ઉ.વ.૩૫ રહે. ગામ-રાજપરા નંબર-૦૨,તા. તળાજા, જી.ભાવનગર
કામગીરી કરનાર ટીમ-
આ સમગ કામગીરીમાં અલંગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટરશ્રી આર.એ.વાઢેર ની સુચના અને માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. આર.ટી.ગોહિલ તથા હેડ કોન્સ રમેશભાઈ નારણભાઇ શીયાળ તથા પો.કોન્સ. કિશોરભાઇ ઓઘડભાઇ તથા ઘનશ્યામસિંહ જયરાજસિંહ ગોહિલ તથા પારસભાઈ ગીરજાશંકરભાઈ નાંદવા તથા મુકેશસિંહ ઘનશ્યામસિંહ ઝાલા વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.