પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી વી.વી.ધ્રાંગુ,એમ.જે.કુરેશી તથા એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.
તા.૧૧/૦૩/૨૦૨૪ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસ સબબ પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન એક ઇસમ ગારીયાધાર બસ સ્ટેન્ડમાં આછા ખાખી કલર જેવુ સાદુ પેન્ટ તથા ફુલની ડીઝાઇનવાળો આખી બાયનો શર્ટ પહેરેલ ઉભેલ હોવાની અને તેની પાસે એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોન તથા રોકડા રૂપિયા છે. જે મોબાઇલ ફોન તથા રૂપિયા તેણે કયાંકથી ચોરી કરેલ હોવાની શંકા અંગેની માહિતી મળતાં બાતમીવાળી જગ્યાએથી નીચે મુજબનાં માણસ નીચે મુજબનાં મોબાઇલ ફોન તથા રોકડા રૂપિયા ૧૫૦૦/- સાથે હાજર મળી આવેલ.જે મોબાઇલ ફોન તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોય.જે મોબાઇલ ફોન કિ.રૂ.૩૦,૦૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરેલ.આ મોબાઇલ ફોન તથા રોકડા રૂપિયા વિશે પુછપરછ કરતાં તેણે આ મોબાઇલ ફોન તથા રોકડા રુપિયા આજથી એકાદ મહિના પહેલાં પોતાના ઘર બાજુમાં નેટવાળી જાળી ટપીને મકાનમાં પ્રવેશી ફળીયામાંથી લોખંડની કોશ વડે રૂમના દરવાજાનો હુક તોડી રૂમમા અંદર જઇ ફોન તથા પાકીટમાંથી રોકડા રૂપીયાની ચોરી કરેલ હોવાનું જણાવેલ.જે અંગે કાયદેસર કાર્યવાહી કરી ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.
પકડાયેલ ઇસમ સાગરભાઇ કાંતિભાઇ ભાલાલા/પટેલ ઉ.વ-૨૬ ધંધો ખેતી રહે વીરડી ગામ પ્લોટ વિસ્તાર તા ગારીયાધાર જી ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલ- ઓપો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૩૦,૦૦૦/- તથા રોકડા રૂપીયા ૧,૫૦૦/- મળી કુલ કિ.રૂ.૩૧,૫૦૦/-
શોધી કાઢેલ ગુન્હોઃ- ગારિયાધાર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૧૯૨૪૦૦૯૦/૨૦૨૪ ઇ.પી.કો. કલમઃ- ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ
સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી વી.વી.ધ્રાંગુ,એમ.જે.કુરેશી,તથા સ્ટાફનાં જયદાનભાઈ લાંગાવદરા,હરિશ્ચંન્દ્રસિંહ ગોહીલ જોડાયાં હતાં