bhavnagarBreaking NewsCrimeGujaratIndia

શિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હત્યાના ગુન્હાના અને રૂ.૧૦,૦૦૦/-નું જાહેર થયેલ ઇનામવાળા છેલ્લાં ૨૨ વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ નાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના અધિકારી/કર્મચારીઓને સખત સુચના આપેલ.

ભાવનગર,એલ.સી.બી. સ્ટાફના માણસોને બાતમી મળેલ કે,ભાવનગર, શિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હત્યાના ગુન્હાના નાસતાં-ફરતાં આરોપી અશોક મુન્શી પાંડે રહે.હાઉસે (દેવલી) પોસ્ટ-દવરી તા.જી.ગરીકોટ રાજય-ઝારખંડવાળો છેલ્લા બાવીસેક વર્ષથી ઉતરપ્રદેશ ખાતે તેના પરીવાર સાથે મેરઠ રાજય-ઉત્તર પ્રદેશ ખાતે રહે છે.જે બાતમી આધારે એલ.સી.બી.ની ટીમે મેરઠ ખાતે જઇ નાસતાં-ફરતાં આરોપી અંગે તપાસ કરતાં નીચે મુજબના નાસતાં-ફરતાં આરોપી મેરઠના પરતાપુરમાં બહાદુરપુર રોડ ઉપર આવેલ ભારત કેમીકલ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતો હોવાનું જણાય આવેલ.જેથી આ જગ્યાએથી નાસતાં-ફરતાં આરોપી મળી આવતાં તેને ઉત્તર પ્રદેશથી ભાવનગર ખાતે લાવી આગળની વધુ કાર્યવાહી માટે શિહોર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે.

નાસતાં-ફરતાં આરોપીઃ-અશોક મુન્શી પાંડે ઉ.વ.૬૨ રહે.હાલ-હાઉસ નંબર-૨૭૧, સેક્ટર નંબર-૪/ઇ,હવાઇપટ્ટી,શતાબ્દીનગર,પરતાપુર તા.મેરઠ થાણું-પરતાપુર,ઉતરપ્રદેશ મુળ વતન-દેવલી તા.જી.ગરીકોટ,ઝારખંડ

નાસતાં-ફરતાં આરોપીને પકડવાના બાકી ગુન્હોઃ-શિહોર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૬૨/૨૦૦૨ ઇ.પી.કો. કલમઃ-૩૦૨,૩૪૨,૩૪ તથા જી.પી.એક્ટ કલમઃ-૧૩૫ મુજબ
ઇનામ જાહેર થયેલ નાસતાં-ફરતાં આરોપીઃ-ગૃહ વિભાગ, ગુજરાત રાજયના આદેશાનુસાર સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ, ગુ.રા., ગાંધીનગરનાઓ તરફથી નાસતાં-ફરતાં આરોપી અંગે રૂ.૧૦,૦૦૦/-નું ઇનામ જાહેર થયેલ હતું.

આ સમગ્ર કામગીરી માં પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ.શ્રી પી.ડી.ઝાલા તથા સ્ટાફનાં બીજલભાઇ કરમટીયા,જયદાનભાઇ લાંગાવદરા,ફાલ્ગુનસિંહ ગોહિલ,શૈલેષભાઇ ચાવડા,હરિચંદ્દસિંહ દિલુભા,હરિચંદ્દસિંહ ભીમભા,ડ્રાયવર યોગરાજસિંહ ગોહિલ વગેરે પોલીસ સ્ટાફ જોડાયો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 402

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *