દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: દેવભૂમિ દ્વારકા જિલ્લાની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક જિલ્લા સેવા સદન, ખંભાળિયા ખાતે જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાની અધ્યક્ષતામાં યોજાઇ હતી.
 સંકલન સમિતિની બેઠકમાં જનપ્રતિનિધિઓના પડતર પ્રશ્નોની ક્રમશઃ ચર્ચા કરી અધિકારીઓ પાસેથી જવાબો મેળવ્યા હતા. બેઠકમાં નેશનલ હાઇવે, સિંચાઇ, પાણી પુરવઠો, વીજ વિભાગ, માર્ગ અને મકાન, આરોગ્ય, રેલવે સહિતના વિવિધ વિભાગોને લગત પ્રશ્નોની ચર્ચા કરી જરૂરી સંકલન સાથે કામગીરી તાકીદે કરવા સૂચના આપી હતી. વધુમાં નાગરિક સમસ્યાઓને અગ્રતા આપવા અને સત્વરે પ્રશ્નોનુ નિરાકરણ લાવવા માર્ગદર્શન આપ્યુ હતુ.

 આ બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ભૂપેશ જોટાણીયા સહિત જન પ્રતિનિધિઓ પી.એસ.જાડેજા સહિત અમલીકરણ અધિકારીઓ ઊપસ્થિત રહ્યાં હતાં.