Devbhumi Dwarka

એમ.એસ.એમ.ઇ.ને મજબુત બનાવવાના હેતુસર આયોજીત ગુણવત્તા યાત્રા પહોંચી દ્વારકા

દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત; ગુજરાતની એમ.એસ.એમ.ઈ. ઈકોસિસ્ટમને મજબૂત બનાવવાની દિશામાં એક નિર્ણાયક પગલું ભરતી ગુણવત્તા યાત્રા દ્વારકા આવી પહોંચી હતી. જેમાં, સ્થાનિક ઉદ્યોગકારો, સરકારી અધિકારીઓ અને નિષ્ણાંતોને એક મંચ પર લાવીને સર્વસમાવેશક અને ટકાઉ ઔદ્યોગિક વિકાસનો માર્ગ તૈયાર કરવામાં આવ્યો હતો.

આ વર્કશોપમાં બેક-ટુ-બેક ટેકનિકલ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્વોલિટી કાઉન્સિલ ઑફ ઇન્ડિયા દ્વારા હેલ્થકેર, શિક્ષણ અને ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં સ્થાપિત ગુણવત્તાયુક્ત વ્યવસ્થાઓ અને પ્રક્રિયાઓની સ્થાપના,

ક્યૂ.સી.આઈ.નાં સંયુક્ત નિયામક મોહિત સિંહ દ્વારા કરવામાં આવી હતી. ક્યુ.સી.આઈ.ના સલાહકાર જગત પટેલ દ્વારા એમ.એસ.એમ.ઈ. માટે ગુણવત્તાયુક્ત ઉત્કૃષ્ટતા લાવવા માટે (ક્યુ.સી.આઈ. દ્વારા પ્રસ્તુત) ઝેડ.ઈ.ડી. અને લીન પ્રમાણપત્રો,ક્યુ.સી.આઈ.ના સંયુક્ત નિયામક ડૉ. ભૂમિ રાજ્યગુરુ દ્વારા એમએસએમઈ માટે ઓપરેશનલ અને ગુણવત્તાયુક્ત ઉત્કૃષ્ટતા લાવવા માટે ક્યુ.સી.આઈ. દ્વારા અપાતી એન.એ.બી.એલ., બી.આઇ.એસના અધિકારીઓ અમર શર્મા અને એફ.એસ.એસ.એ.આઈ. ગુજરાત સરકારના એફ.એસ.ઓ. એન.એમ.પરમાર દ્વારા મુખ્ય નિયમનકારી અનુપાલન માર્ગદર્શન, જીપીસીબીના અધિકારી જી.બી.ભટ્ટ દ્વારા પર્યાવરણ નિયમન અને અનુપાલન, ઔદ્યોગિક સુરક્ષા અને આરોગ્ય નિયામક (ડી.આઇ.એસ.એચ.)ના અધિકારી યોગેશ પેન્ડલ દ્વારા ઔદ્યોગિક સુરક્ષાને લગતું માર્ગદર્શન, ક્યુ.સી.આઈના ટેકનિકલ નિષ્ણાંત હિરેન વ્યાસ દ્વારા આઇ.એસ.ઓ. ધોરણો પ્રમાણપત્રો અંગે માર્ગદર્શન, દેવભૂમિ દ્વારકા ડી.આઈ.સી.ના જી.એમ. પી.બી.પટેલ દ્વારા ગુજરાત સરકાર દ્વારા એમ.એસ.એમ.ઈ. માટે યોજનાઓ અને લાભો અંગે સેશન લીધું હતું.

આમંત્રિત મહેમાનો કમલેશભાઈ સામાણી, પ્રમુખ, મિનરલ પ્રોસેસર્સ એસોસિએશન, દેવભૂમિ દ્વારકા તેમજ મોહિત સિંહ, સંયુક્ત નિદેશક, એનબીક્યુપી-ક્વોલિટી કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (ક્યુસીઆઈ), દિલ્હી એચઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ ગુણવત્તા યાત્રા રાજ્યભરમાં આશરે ૫૫ દિવસ સુધી ચાલુ રહેશે. સુરત, વડોદરા, રાજકોટ, ગાંધી ધામ, જામનગર, મોરબી, સિદ્ધપુર અને વિદ્યાનગર વગેરે જેવા ઔદ્યોગિક કેન્દ્રો સહિત અન્ય ૨૪ જિલ્લાઓ સુધી પહોંચશે અને ગુજરાતના ઉદ્યોગોમાં ગુણવત્તા અને ઉત્કૃષ્ટતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે.

આ યાત્રાથી રાજ્યભરના એમ.એસ.એમ.ઇ.ને ઝેડ.ઇ.ડી., આઇ.એસ.ઓ., લીન અને એન.એ.બી.એલ. એક્રેડિટેશન જેવી યોજનાઓ અને પ્રમાણપત્રોને પ્રોત્સાહન મળશે અને તેમને વિકસિત ગુજરાત,વિકસિત ભારત ૨૦૪૭ માટે સજ્જ બનાવશે. ગુણવત્તાયાત્રા એ ગુણવત્તા યુક્ત ઉત્કૃષ્ટતાની યાત્રાની નવી શરૂઆતની એક શરૂઆત બની રહેશે, તેમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની યાદીમાં જણાવાયું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દેવભૂમિ દ્વારકામાં ભગવાનશ્રી કૃષ્ણ અને રાણી રુક્મણીજીના ભવ્ય વિવાહ સત્કાર સમારોહનું ભવ્ય આયોજન કરાયું

દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: માધવપુર ઘેડના મેળા પાંચમાં દિવસે ભગવાન શ્રી કૃષ્ણ…

દ્વારકામાં આવતી કાલે યોજાનાર ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના સત્કાર સમારોહની તૈયારીઓ પૂરજોશમાં

દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: ભારતના ઉત્તર - પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના…

દ્વારકામાં તા.૧૦ એપ્રિલ,૨૦૨૫ના રોજ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીનું ભવ્ય સ્વાગત તથા શોભાયાત્રા યોજાશે

દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: ભારતના ઉત્તર - પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના…

ફૂલડોલ ઉત્સવ નિમિતે દ્વારકા જતા પદયાત્રીઓની સેવા માટે જિલ્લા પોલીસ તંત્ર ખડેપગે જોવા મળ્યું

દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર ખાતે ફૂલડોલ…

1 of 3

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *