Devotional

190 વર્ષથી નિરંતર ચાલતો લાલ દંડાવાળો સંઘ અંબાજી પહોંચ્યો..

અંબાજી, સંજીવ રાજપૂત: છેલ્લા 190 વર્ષથી નિરંતર ચાલતો ૫૧ બ્રાહ્મણો અને ૪૫૦ જેટલા પદયાત્રી સાથે લાલદંડા સંઘે માં અંબાના દર્શન કર્યા. ધર્મને ઊંચો લાવવો અને માં ની ભક્તિ કરવા લાલ દંડા સંઘ દર વર્ષે અંબાજી આવે છે.

લાલ દંડા સંઘે માં અંબાના ધામ અંબાજી પહોંચી માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી અનેક સંઘો આવે છે, પરંતુ આ સંઘોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અને ઐતિહાસિક મહત્વ ધરાવતો સંઘ છે લાલ ડંડા સંઘ. અમદાવાદથી નીકળતો આ સંઘ દસ દિવસની કઠિન પદયાત્રા બાદ અંબાજી પહોંચે છે. છેલ્લા ૧૯૦ વર્ષથી લાલ ડંડા સંઘની પદયાત્રા આજે પણ અવિરત ચાલુ છે.

ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી આવતા સંઘોમાં લાલ દંડા સંઘ સૌથી જુના સંઘોમાં એક છે. ભાદરવા સુદ બીજના દિવસે અમદાવાદથી રવાના થઈ દસ દિવસની કઠિન પદયાત્રા બાદ બારસના દિવસે લાલ દંડા સંઘ માં અંબાના સાનિધ્યમાં અંબાજી પહોંચે છે.

આ દરમિયાન ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવે છે તથા તેને આવકારવામાં પણ આવે છે. લાલ દંડા સંઘનું દાંતાના રાજવી પરિવાર દ્વારા પણ ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. પાંચસોથી વધુ પદયાત્રીઓ સાથે નીકળતો આ લાલ દંડા સંઘ ભાદરવી પુનમના મેળામાં આવતા સંઘોમાં સૌથી મહત્વનો જૂનો સંઘ છે.

લાલ દંડા સંઘનો ઇતિહાસ જોઈએ તો..લાલ દંડા સંઘની પાછળ ઇતિહાસ પણ જોડાયેલો છે કહેવાય છે કે વર્ષો અગાઉ અમદાવાદમાં જ્યારે પ્લેગ રોગ ફાટી નીકળ્યો હતો ત્યારે તત્કાલીન નગરશેઠ દ્વારા માં અંબાની બાધા રાખવામાં આવી હતી. જો શહેરમાંથી પ્લેગ રોગ નાબૂદ થઇ જશે તો તેઓ માં અંબાનાં દર્શને આવશે.

ભાદરવી પૂનમમાં નગરના બ્રાહ્મણો સંઘ લઈ આંબાના સાનિધ્યમાં આવશે. જેને પગલે વર્ષો પહેલા અમદાવાદથી પાંચ બ્રાહ્મણો પગપાળા કરી અંબાજી આવ્યા હતા. આજે પણ પદયાત્રાની આ પરંપરા અવિરત ચાલુ છે. જ્યારે પણ લાલ દંડા સંઘ દાંતા પહોંચે છે

ત્યારે રાજવી પરિવાર દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. દાંતા રાજવી પરિવારના જુના મહેલમાં રહેલા માં અંબાના મંદિરમાં પૂજા કરી તે બાદ આ લાલ દંડા સંઘ અંબાજી પ્રસ્થાન કરે છે. જ્યાં અંબાજી નીજ મંદિર દર્શન કરી તેઓ ધન્યતા અનુભવે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાદરવી પૂનમનો મહામેળો અંતિમ ચરણમાં: મેળાના છઠ્ઠા દિવસે ડ્રોન દ્વારા ચાચર ચોકમાં પુષ્પવર્ષા કરાઈ

અંબાજી, સંજીવ રાજપૂત: શકિતપીઠ અંબાજી ખાતે તારીખ 12 મી સપ્ટેમ્બર થી શરૂ થયેલો…

છેલ્લા 23 વર્ષથી રાજકોટથી માં અંબાના ધામમાં આવતો રાજકોટનો પ્રખ્યાત રજવાડી પગપાળા સંઘ અંબાજી પહોંચ્યો

અંબાજી, સંજીવ રાજપૂત: વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં…

1 of 13

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *