આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી એ દાંતા માં આવેલી ટ્રાઈબલ અને જરૂરિયાતવાળા દર્દી માટે આશીર્વાદરૂપ છે.અહીં હોસ્પિટલ ખાતે ગાયનેક. હાડકાના. સર્જરી.આંખના ઓપરેશન કરવામાં આવે છે.
આજરોજ એક દર્દી નામે બાબલીબેન કેવડાભાઈ પરમાર જાંબુડીગામ આબુરોડ સિરોહી જિલ્લો રાજસ્થાન ની આ છઠ્ઠી ડિલિવરી હતી. તે હોસ્પિટલ ખાતે આવ્યું હતું.જેને આગળ હિંમતનગર પ્રાઇવેટ ખાતે ઓપરેશન કરેલ જેમાં 60000 જેટલો ખર્ચ થયેલ તેમ જણાવેલ એટલે પોતાની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેના સગાઓએ અહીં ઓપરેશન કરવા માટે ભલામણ કરી .જેને હોસ્પિટલ અધિક્ષક ડો યજુવેન્દ્ર મકવાણા, ડો પ્રિયંકા.ડૉ જીતેશ બારોટ, ઉમેશ બ્ર્ધર,સોનલ મકવાણા સિસ્ટર અને કપિલ. મૂડીબેન ની ટીમ દ્વારા ટ્વીન્સ ડિલિવરી માટે રાતે 9 વાગે emergency cs કરવામાં આવેલ અને બે બાબા ના જન્મ થયેલ અને તેમને હોસ્પિટલ ના બ્લડસ્ટોરેજ માંથી બે લોહી ની બોટલ પણ ચઢાવેલ હતી.
ગુજરાત સરકાર ના નિયમ મુજબ પ્રાઇવેટ ડોક્ટર પ્રિયંકા ને બોલાવેલા હતા.આ મહિનામાં આજરોજ સુધી રાત્રિના ત્રણ સીઝરીયન કરવામાં આવેલ છે જે ગાયનેક Dr Priyanka Anesthetia Dr Jitesh barot . superintendent Dr y k makwana અને ઉમેશઅને કપિલ ની ટીમ દ્વારા કરવામાં આવેલ હતા.દર્દી લોકોએ હોસ્પિટલ ની કામગીરી થી સંતોષ માન્યો હતો અને આભાર માન્યો હતો
રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી