દાંતા તાલુકો ટ્રાયબલ વિસ્તાર છે, જેમાં આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી એ ટ્રાયબલ અને જરૂરિયાતવાળા દર્દીઓ માટે આશીર્વાદરૂપ સમાન છે આ હોસ્પિટલ ખાતે દર્દીઓના હિત માં અનેક કેમ્પો કરવામાં આવે છેઅને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ૨૦ ફેબ્રુઆરી થી ૩૧ માર્ચ સુધી સ્પેશિયલ ncd સ્ક્રીનિંગ ડ્રાઇવ ચાલુ છે
જેના અનુસંધાન માં આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી ખાતે આજ રોજ ૧૧-૦૩-૨૦૨૫ એ કેમ્પ સાથે CBC,ECG ,લિપિડપ્રોફાઈલ અને HBA 1c ના રિપોર્ટ સાથે NCD કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં અંબાજી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી અને અન્ય પોલીસ અધિકારી અને પોલીસકર્મીઓ સાથે હોમગાર્ડ સ્ટાફ,મીડિયા કર્મી અને હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને દર્દીઓના સગાઓને માટે આ કેમ્પ રાખવામાં આવેલ હતો જેમાં મોટા પ્રમાણમાં લોકો એ લાભ લીધો હતો.
આ કેમ્પ માં એક દર્દી ના લોહી સુગર ની રિપોર્ટ ૩૭૦ જેટલો હતો અને તેનો HBA1c કરાતા ૧૧ આવ્યું હતું આમ ઘણા દર્દી ને પ્રથમ વખત જ ખબર પડે છે કે તેમને ડાયાબિટીસ અને બીપી ની તકલીફ છે એનસીડી એટલે બિનચેપી રોગ જેવા કે બીપી ,ડાયાબિટીસ,લકવો, રડાય રદયરોગ ,કેન્સર જેવા રોગ ની સાચી સમજણ તેમજ જરૂરી તપાસ અને સાવચેતી અને રોગ શોધાય ત્યારે ચોક્કસ નિદાન ના કારણે બિનચેપી રોગ ના કારણે તથા કોમ્પ્લિકેશન થી બચી શકાય છે
આ કેમ્પ ને સફળ બનાવવામાં ડૉ.વાય કે મકવાણા ,ડૉ. પિયુષ મોદી ,તેમજ અન્ય ડોક્ટરો ડૉ આકાશ ગુપ્તા, ડૉ રાધેય જોશી તેમજ ડૉ જીતેશ બારોટ સાથે લેબ ટેકનિશિયન સ્ટાફ ,વહીવટી સ્ટાફ તેમજ સ્ટાફ નર્સ તેમજ વર્ગ ૩ અને ૪ ના કર્મચારીઓ એ આ કેમ્પ ને સફળ બનાવવા માટે પોતાનું યોગદાન આપ્યું હતું. જોકે આ દર્દીઓ એ પણ હોસ્પિટલ ની કામગીરી ને બિરદાવી હતી અને હોસ્પિટલ ના સ્ટાફ નો રદયપૂર્વક વધુપ્રમાણ માં આ કેમ્પ નો લાભ લીધો હતો .