વર્ષ ૨૦૦૬ માં ગુજ.હાઇકોર્ટ દ્વારા આપેલ ચુકાદા મુજબ મુખ્ય પૂજારી ની નિમણૂક કરવા હુકમ જાહેર કરાયો હતો….
મુખ્ય પૂજારી તરીકે વારસાઈ ઇજારો નહીં હોવા છતાં હક જમાવી બેઠેલા ગાદી સંચાલકો….!!!!
જો રાજવી પરિવાર નો પારંપરિક હક નાબૂદ થઈ શકે તો ગાદી સંચાલકો નો કેમ નહીં?????
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગત દિવસો માં દાંતા સ્ટેટ ના રાજવી પરિવાર નો દર વર્ષ ની આઠમ ની મહાપૂજા અને હવન માં મુખ્ય યજમાન તરીકે બેસવાનો પારંપરિક અધિકારી ગુજરાત હાઈ કોર્ટ દ્વારા રદ્દ કરાતા સ્ટેટ ના રાજવી પરિવાર સહિત તાલુકા વિસ્તાર માં લોકો માં અધિકાર નાબૂદ કરવા બાબતે રોષ ની લાગણી ઉભી થઈ હતી ત્યારે ઘણા લોકોએ આ બાબતે વિરોધ નોંધાવવા બજાર બંધ પાળી ને રેલી કાઢી હતી તો ક્યાંક આ બાબત ને આવકાર પણ મળ્યો હતો .ત્યારે આ સમગ્ર બાબતે જો સરકાર દ્વારા પારંપરિક હક દાવા ને મંજૂરી અપાતી નથી તો અંબાજી મંદિર ખાતે સ્થિત ભટ્ટજી ની ગાદી ના સંચાલકો ની પારંપરિક વારસાઈ પૂજા હક ને ક્યાં આધારે કાયમ રહી શકે તે પ્રશ્ન ઉભો થાય છે…..
અંબાજી મંદિર ચાચર ચોક ખાતે આવેલ ભટ્ટજી મહારાજ ની ગાદી ના સંચાલકો દ્વારા વર્તમાન માં પણ આ હક વારસાઈ ને જાળવી રાખ્યો છે.જે અંગે વર્ષ ૨૦૦૬ માં ગુજરાત હાઈ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવેલ હતો કે સ્કીમ કલમ -૩૯ મુજબ મુખ્ય પૂજારી ના કાર્યકાળી સમય અવધિ પૂર્ણ થયા બાદ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ યોગ્યતા વાળા અન્ય બ્રાહ્મણ પૂજારી ની નિમણૂક મુખ્ય પૂજારી તરીકે કરી શકે તેમ છતાં પણ અંબાજી મંદિર અને ગાદી સંચાલકો દ્વારા હાઇ કોર્ટ ના ચુકાદા ને અવગણી અગાઉ ના મુખ્ય પૂજારી ના કાર્યકાળ બાદ જાણે વારસાઈ હક હોય તેમ તેમના પુત્ર ને પૂજારી તરીકે નિમણૂક આપી પરંપરા હક મળ્યો હોય તેમ ચલાવી રહ્યા છે.
જે કાયદેસર રીતે યોગ્ય નથી તેમ છતાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ના અધિકારીઓ આ બાબતે આંખ આડા કાન કરી જેમ છે તેમ ચલાવવામાં માની હાઈ કોર્ટ ના ચુકાદા ની અવગણના કરી પોતાની મનમાની કરી રહ્યા છે.સરકાર શ્રી ના નિયમ મુજબ મુખ્ય પૂજારી તરીકે ની લાયકાત અને શૈક્ષણિક – અનુભવ ના આધારે યોગ્યતા વાળા પૂજારી ની નિમણૂક કરવા માં અંબાજી મંદિર ના અધિકારીઓ ને કેમ રસ નથી તે બાબત પણ વિચારશીલ છે
શું ગાદી સંચાલકો અને મંદિર ટ્રસ્ટ ના અધિકારીઓ વચ્ચે અંદરખાને કંઇ સાંઠગાંઠ કરી છે કે જેથી કોર્ટ ના ચુકાદા ને બાજુ પર મૂકી પોતાની મનમાની કરાઈ રહી છે કે પછી સેટિંગ ને લીધે બધા ના ખિસ્સા ભરાય છે એટલે કોઈ ને આ બાબતે રસ નથી?? ત્યારે કલેક્ટર શ્રી અને યાત્રાધામ વિકાસ બોર્ડ ના અધિકારી આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી યોગ્ય લાયકાત વાળા બ્રાહ્મણો ની નિમણૂક કરે અને જેમ દાંતા સ્ટેટ ના રાજવી ની વારસાઈ નાબૂદ કરી તેમ આ ભટ્ટજી મહારાજો ની વારસાઈ ને પણ નાબૂદ કરી નિષ્પક્ષપણે ચુકાદા નું પાલન કરે કરાવે તેવી લોકમુખે ચર્ચા એ જોર પકડ્યું છે.
અંબાજી મંદિર ના ગાદી ના નિરીક્ષણ તરીકે ટેમ્પલ ઇન્સ્પેક્ટર ની જવાબદારી હોય પણ ટેમ્પલ ઇન્સ્પેક્ટર આ બાબતે નિષ્ફળ જાવા મળી છે જ્યારથી પ્રવીણ પુરી ને કૌશિક મોદી આવે ત્યારથી અંબાજી મંદિરમાં દિન પ્રતિદિન કંઈક ને કંઈક નવું જાણવા મળે છે 2005 અધિનિયમ હેઠળ માંગવામાં આવેલી માહિતીમાં પણ ખોટી માહિતી આપતા હોય તેવું લાગી રહ્યું છે અગાઉ પણ અંબાજી મંદિરમાં આવેલી ગાદી ની માહિતી પણ ખોટી આપવામાં આવી હતી
રિપોર્ટર….. અમિત પટેલ અંબાજી
















