તા.૧૨/૧૨/૨૫ ના રોજ સવારે ૭:૪૫ વાગ્યા થી ૮:૩૨ સુધી ના CCTV ફૂટેજ ચેક કરાય તો સત્ય બહાર આવી શકે…..*
*એક જગ્યા ચોટીલા ફેવિકોલની જેમ પેટા પૂજારીઓની બદલી ક્યારે
ચાલુ નોકરીએ ફરજ સ્થળ છોડી મંદિર માં હવન કરાવતા કનુ મહારાજ બાબતે આંખ આડા કાન કરતા મંદિર ટ્રસ્ટ ના અધિકારીઓ.
વહીવટદાર કૌશિક મોદી આવ્યા ત્યારથી અંબાજી મંદિરમાં અનેક વિવાદિત કાંડ
વારંવાર છાપે ચડતા પૂજારી બાબતે કાર્યવાહી કરતા અધિકારીઓ કેમ અચકાય છે ? શું અંદર ખાને ટેમ્પલ ઇન્સ્પેકટર સહિત અધિકારીઓ ની સંડોવણી?????
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી એ લાખો માઈ ભક્તો ની આસ્થા નું કેન્દ્રસ્થાન છે ત્યારે આ મંદિર ટ્રસ્ટ અવારનવાર કોઈક ને કોઈક કારણસર વિવાદો માં ઘેરાયેલ રહેવા પામ્યું છે તેમ છતાં હજુ પણ તેમાં સુધારો આવે તેમ અણસાર લાગતા નથી.ત્યારે યાત્રાધામ ની ગરિમા ને લાંછન લગાડવામાં ક્યાંક ને ક્યાંક પોતે મંદિર ટ્રસ્ટ ના અધિકારીઓ અને કર્મચારીઓ એક બીજા ની આડશ માં કામગીરી કરતા હોય તેમ લાગી રહ્યું છે.
જેમાં પણ પાછલા છેલ્લા ઘણા સમય થી ટ્રસ્ટ ના એક નામાંકિત બનેલા પેટ મંદિર ના પૂજારી એવા “કનુ મહારાજ “ વારંવાર મીડિયા માં ચમકી રહ્યા બાદ અને તેમના વિરુદ્ધ માં અનેકો વખત મૌખીક – લેખિત ફરિયાદો થવા છતાં પણ મંદિર ટ્રસ્ટ ના અધિકારીઓ તેમની વિરુદ્ધ માં કેમ કોઈ કાર્યવાહી નથી કરતા કે કરી શકતા તે બાબત અનેક શંકાઓ ઊભી કરે છે.જેમાં પણ ચાલુ ફરજે અવાર નવાર ક્યારેક પાલનપુર તો ક્યારેક વહીવટદારશ્રી ના બંગલે ઘટ સ્થાપન કરવા, મોલ માં ખરીદી કરવા જેવા અનેક કામોએ તો ક્યારેક યજમાનો ના હવન માટે ચાલુ ફરજે મંદિર ની હવન શાળા માં જોવા મળે છે ત્યારે આ પૂજારી વિરુદ્ધ અનેકો વખત ફરિયાદો થવા છતાં પણ અધિકારીઓ / ટેમ્પલ ઇન્સ્પેકટર વિશે સંભળાતી લોક ચર્ચા મુજબ હવન માં પણ ૩૫% ભાગની ભાગીદારી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે મહારાજો ના હવન થી મળતી સાઇડ ઈનકમ બંધ થવાની ભીતિ ને લીધે કાર્યવાહી કરતા અટકયા છે તેવી ચર્ચાઓ વચ્ચે ટેમ્પલ ઇન્સ્પેકટર પર એક બીજા પર ટોપલો નાંખે છે ત્યારે આટ આટલી ધાંધલીઓ વચ્ચે વહીવટદાર શ્રી કેમ હસ્તક્ષેપ નહીં કરી જવાબદાર મહારાજ કે અધિકારી વિરુદ્ધ કાર્યવાહી નથી કરતા તેવા પ્રશ્ન પણ ઊભા થયા છે.ત્યારે આ બધા વચ્ચે તા.૧૨/૧૨/૨૫ ના રોજ એક યજમાન નો મોટો હવન મંદિર ના ચાચર ચોક માં યોજાયો હતો જેમાં હવન ના મુખ્ય વેદી નું ભાડું જ આશરે ૧,૭૧,૦૦૦/- નું રખાયું હતું આ ઉપરાંત તે યજમાન પાસે થી મોટી રકમ જેટલો હવન નો ખર્ચ , સામાન, મહારાજો ની દક્ષિણા વગેરે નો વસૂલાયો હતો.ત્યારે આ હવન ના મુખ્ય પૂજારી તરીકે કનુ મહારાજ ના હસ્તે હવન ની શરૂઆત કરવાની હોવા થી તેઓ ચાલુ ફરજે સવારે ૭ :૪૫ વાગ્યે અંબાજી મંદિર ના ચાચર ચોક માં હવન વેદી પર પહોંચી ગયા હતા જ્યાં તેઓ ૮:૪૫ સુધી હાજર રહ્યા હતા અને ત્યારબાદ અચાનક તેઓ પાછાપહોંચી ગયા હતા.ત્યારે આ બાબતે જો અધિકારીઓ આ સમયગાળા ના CCTV ફૂટેજ ચેક કરે તો સમગ્ર હકીકત સામે આવે તેમ છે. ત્યારે હવે શું મંદિર ના અધિકારી આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરશે કે પછી અંદરખાને લેવડ દેવડ થી બધું ભીનું સંકેલાશે તે જોવું રહ્યું…..
સી.એમ સ્વાગત નો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યકર્મ માં કરાયેલ ફરિયાદ બાબતે મંદિર ટ્રસ્ટ નો બચવાકારી જવાબ….*
તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત જેતે વિભાગ ના અધિકારીઓ દ્વારા જવાબ આપવામાં વિલંબ અથવા તો જવાબ નહીં આપવા સંજોગે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માં ફરિયાદ કરવામાં આવે છે.જે અંતર્ગત અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ માં કનુ મહારાજ ની કામગીરી બાબતે અનેકો વખત લેખિત અરજી આપેલ હોવા છતાં કોઈ કાર્યવાહી કે જવાબ નહીં મળતા છેવટે તાલુકા સ્વાગત માં ફરિયાદ કરાવાઈ હતી જેમાં પણ જવાબ આપવા બંધાયેલા જવાબી અધિકારી એવા ટેમ્પલ ઇન્સ્પેકટર પ્રવિણપુરી ગોસ્વામી જવાબ આપવા બાબતે વિલંબ કરી અંગત કારણોસર રજા પર ઉતરી જતા અને તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ ની જવાબદારી સંભાળતા મંદિર ટ્રસ્ટ ને જવાબ આપવા બાબતે દબાણ કરતા મંદિર ના ટેમ્પલ ઇન્સ્પેકટર હાજર નહીં હોવા થી વહીવટદાર શ્રી દ્વારા પોતે આગળ આવી કનુ મહારાજ ના બચાવ પક્ષકાર તરીકે જવાબ આપ્યો હતો.જેમાં ફરિયાદી પક્ષ દ્વારા કનુ મહારાજ ની કામગીરી બાબતે વહીવટદારશ્રી દ્વારા તેમનો બચાવ કરી મંદિર ના નિયમો મુજબ કનુ મહારાજ પોતાની સમયસર ફરજ નિભાવે છે ખંડકાલીન પૂજારીઓ નું હાજરી પત્રક ટેમ્પલ ઇન્સ્પેકટર ની કચેરી ખાતે તેમની હાજરી નું નિભાવપત્રક જાળવવા માં આવે છે તેમ જવાબ લખાવી બચાવ ઊભો કર્યો હતો.ત્યારે અંદરોઅંદર કર્મચારીઓ અને અધિકારીઓ ની મિલીભગત ચાલતા ભ્રષ્ટાચાર થી અંબાજી મંદિર ક્યારે મુક્ત થશે તે તો માં અંબા જ જાણે……
રિપોર્ટર…. અમિત પટેલ અંબાજી
















