અંબાજી, સંજીવ રાજપૂત: અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં બનાસકાંઠા પોલીસની સુરક્ષા, અને શાંતિ સાથે સાથે ભક્તિ માનવતા અને વત્સલ્યતાનો અનેરો સમન્વય જોવા મળી રહ્યો છે.
ભાદરવી પૂનમનો મહામેળો અંબાજી ખાતે ચાલી રહ્યો છે ત્યારે લાખોની સંખ્યામાં ભક્તો માં અંબાના દર્શને પગપાળા અને અન્ય રીતે પહોંચી રહ્યા છે ત્યારે સુરક્ષા શાંતિ અને સેવાના સંકલ્પ સાથે બનાસકાંઠા જિલ્લા પોલીસ ખડેપગે ભક્તોની સેવામાં સજ્જ જોવા મળી રહી છે.
જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેની આગેવાની હેઠળ 5 હજાર જેટલા પોલીસ કર્મી મહિલાઓ અને પુરૂષો ખડેપગે ભક્તોને કોઈ અડચણ ન પડે તે માટે સજ્જ બની નિષવાર્થ સેવા અર્પણ કરી રહ્યા છે.
મંદિર ની બહાર ભક્તોની લાંબી કતારોની નિયમન અને સંકલન તોબીજી તરફ મંદિરમાં દૂર દૂર થી પોતાની મુરાદ પુરી કરવા પહોંચતા ભક્તોમાં જય અંબેના નાદ સાથે ભક્તિમય વાતાવરણ નિર્મિત કરી ભક્તોમાં જોશ પૂરતા માના દર્શન કરાવતા જોવા મળી રહ્યા છે તો મહિલા કર્મીઓનું પુત્રી અને બહેન તરીકેનું વાત્સલ્ય અને ભક્તિ જોવા મળી રહી છે
જેઓ દ્વારા મંદિરમાં બોલ મારી અબે જય જય અંબે ના ઘોષ સાથે ભક્તોમાં ઉર્જા અર્પિત કરતા તો ક્યાંક વૃદ્ધને પાણી પીવડાવવું કે નાના ભૂલકને તેડી દર્શન કરાવવાનો હરખ જોવા મળે છે. પુરુષ પોલીસ કર્મીઓ દ્વારા વૃદ્ધને ઉપાડી તેમને તેમના સ્થાને પહોંચાડતા નજરે જોવા મળી રહ્યા છે. બનાસકાંઠા પોલીસ કર્મીઓ અને અધિકારીઓ ખડેપગે આ ધાર્મિક મહામેળામાં રાઉન્ડ ધ કલોક સેવા સુરક્ષા અને શાંતિ સાથે સાથે કર્તવ્ય, ભક્તિ અને વાત્સલ્ય ના અભિગમે સંપૂર્ણ સેવા આપી રહ્યા છે.