અંબાજી માં અસામાજિક તત્વો ના હુમલા બાદ ,અંબાજી પોલીસ એક્શન મોડ માં…..
આજ રોજ લાઇસન્સ – આર.સી.બુક .વિમા પોલીસી ત્રણ સવારી.વગર ફરતા 30 થી વધુ બાઈક કર્યા ડીટેઇન કરાયા…..
બેફામ બાઈક ચાલકો ની હવે ખૈર નહિ…..
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગત રોજ અંબાજી બજાર સજ્જડ બંધ રાખી પોલીસ તંત્ર ને આવેદન પત્ર અપાતા પોલીસ તંત્ર દ્વારા અંબાજી ના વેપારી મંડળ ને કાર્યવાહી કરવા અંગે આશ્વાશન અપાયું હતું .જેની અસર ના ભાગ રૂપે આજ રોજ અંબાજી પોલીસ તંત્ર દ્વારા અંબાજી ગામ માં બાઈક પર બેફામ ઝડપે દોડતા બાઈક ચાલકો પર અંકુશ લાવવા એક્શન મોડ માં આવી ચેકીંગ હાથ ધર્યું હતું.
જેમાં અંબાજી ગામ વિસ્તાર માં બાઈક લઇ ફરતા નબીરાઓ ને રોકી તેમની પાસે થી બાઈક ના આર.સી.બુક, લાઇસન્સ વગેરે ની ચેકીંગ હાથ ધરાઇ હતી.જેમાં મોટા પ્રમાણ માં બાઈક ચાલકો પાસે થી આર.સી.બુક, લાઇસન્સ, વગેરે જેવા જરૂરી દસ્તાવેજો નહીં મળતા ૩૦ જેટલા બાઈક ચાલકો ને ડીટેઇન કર્યા હતા.
વધુ માં બાઈક લઈ ને ફરતા લોકો પર નજર રાખી સંદેહાસ્પદ લાગતાં લોકો પર પણ કાર્યવાહી કરાશે તેવું પોલીસ સ્ટેશન પી.આઇ.દ્વારા જણાવ્યું હતું.
રિપોર્ટ…. અમિત પટેલ અંબાજી