બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના મહુવા ક્ષેત્રમાં સમાવેશ પામતા મહુવા, રાજુલા અને ઊના શહેરના કુલ ૬૧ બાળકો અને બાલિકાઓએ સત્સંગ દીક્ષા ગ્રંથના સંસ્કૃત શ્લોકો મુખપાઠ કરી પુરાણોની આ પરંપરાને પુનઃ જાગૃત કરી બતાવી
આજના આધુનિક યુગમાં, ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની દુનિયામાં લોકો ભારતીય સંસ્કૃતિની મુખપાઠની પરંપરાને ભૂલી ગયા છે. ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસા સામે દૃષ્ટિ કરીએ તો જણાય છે કે ઋષિ-મુનિઓ ની આ પરંપરાને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન ગુરુવર્ય પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ફરીથી જીવંત કરી બતાવી છે.
ગત વર્ષે દિવાળીના દિવસો દરમિયાન ગોંડલ અક્ષરદેરીમાં તેઓએ સંકલ્પ કરેલો કે 10000 બાલ બાલિકાઓ સત્સંગ દીક્ષા ગ્રંથન મુખપાઠ કરે
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની આજ્ઞાથી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની બાળપ્રવૃત્તિ દ્વારા ગત વર્ષથી ૮૫૦૦ થી અધિક બાળ બાલિકા સેન્ટરના ૧૭૫૦૦ થી અધિક બાળ બાલિકા કાર્યકર્તાઓએ વેદ, ઉપનિષદ અને પુરાણોની આ સિદ્ધ અને શાશ્વત સનાતન હિંદુ પરંપરાનું પુનરાવર્તન કરવાનું મુખપાઠનું અભિયાન શરુ કર્યું.
આજે એક વર્ષ બાદ ૮૬૪૫ બાળકો અને ૭૦૨૧ બાલિકાઓ મળી કુલ ૧૫,૬૬૬ બાળકો અને બાલિકાઓએ સત્સંગ દીક્ષા ગ્રંથના ૩૧૫ સંસ્કૃત શ્લોકોનો સંપૂર્ણ મુખપાઠ પૂર્ણ કરી અનોખો ઈતિહાસ સર્જી દીધો છે.
આ મુખપાઠ યજ્ઞમાં ૩ વર્ષથી ૧૩ વર્ષ સુધીના બાળકો અને બાલિકાઓ જોડાયા હતા.
આ મુખપાઠ અભિયાનની પુર્ણાહુતી પ્રસંગે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, મહુવા. ખાતે તારીખ ૨૯ ઓક્ટોબર, બુધવારના રોજ બી.એ.પી.એસ. બાળપ્રવૃતિ દ્વારા પૂજ્ય સંતોના વિદ્વત્તાસભર માર્ગદર્શન હેઠળ તથા મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી “‘સત્સંગદીક્ષા ગ્રંથ ના સંસ્કૃત શ્લોકો નો મુખપાઠ'” કરનાર તમામ ૧૫,૬૬૬ બાળકો અને બાલિકાઓનો અભિવાદન સમારોહ ‘મિશન રાજીપો અભિવાદન મહોત્સવ’ “મારુ મુખપાઠ મંડળ” શીર્ષક હેઠળ, સવારના 6:30 કલાકે ગુરુ હરી મહંત સ્વામી મહારાજના ઓનલાઈન પૂજા દર્શન તથા આશીર્વાદ પ્રાપ્ત કરાવવામાં આવ્યા હતા તથા સાંજે ૬:૩૦ વાગ્યાથી ઓનલાઈન માધ્યમ દ્વારા યોજાયેલ સમારોહમાં દરેક બાળ-બાલિકા વિદ્વાન પોતાના માતા-પિતા સાથે જોડાયેલ. આ અભિવાદન સમારોહમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ તમામ બાળકો પર અંતરના આશિષ વરસાવી, વિશિષ્ટ સ્મૃતિઓ આપવામાં આવી.
મહુવા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ આ સમગ્ર કાર્યક્રમ બાળમંડળના સંચાલક શ્રી કાર્યકરો તથા સંતોના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ અને અત્રે ઉલ્લેખનીય છે કે, દર અઠવાડિયે વિવિધ સેન્ટરોમાં યોજાતી બાળ બાલિકા સભા દ્વારા ભારતીય સંસ્કૃતિમાં રહેલ સનાતન અને આધ્યાત્મિક જીવનમૂલ્યો શીખી રહ્યા છે, જ્યાં સહનશીલતા, નિષ્ઠા, કરુણા, ક્ષમા અને આત્મવિશ્વાસ જેવા ગુણોનું બાળમાનસમાં સિંચન દ્વારા સંસ્કારયુક્ત જીવન જીવવાની પ્રેરણા પ્રાપ્ત કરી રહ્યા છે તો તેનો પણ લાભ લેવા માટે આગ્રહ પૂર્વક જણાવવામાં આવ્યું હતું.
















