પ્રાગટ્યોત્સવ પૂર્વે અંબાજી ધામમાં વ્યાપક સ્વચ્છતા ઝુંબેશને પગલે શ્રદ્ધાળુઓએ વહીવટી તંત્રના પ્રયાસોની પ્રશંસા કરી
ગુજરાતના પવિત્ર યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે પોષી પૂનમ (પ્રાગટ્યોત્સવ) નિમિત્તે જગદ્દજનની માં જગદંબાના પ્રાગટ્ય દિવસની દિવ્ય અને ભવ્યાતિભવ્ય ઉજવણી ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી. આ પાવન અવસરે હજારો શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી ધર્મલાભ લીધો હતો.
માઁ અંબાના પ્રાગટ્ય દિવસ પૂર્વે અંબાજી ખાતે વહીવટી તંત્ર, અંબાજી મંદિર ટ્રસ્ટ તેમજ અંબાજી ગ્રામ પંચાયતના સંયુક્ત પ્રયત્નોથી સમગ્ર અંબાજી ધામમાં વિશાળ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત મંદિર પરિસર, યાત્રિક માર્ગો, મુખ્ય ચોક-ચોરાહા તેમજ જાહેર સ્થળોની વ્યાપક સફાઈ કરવામાં આવી હતી.
સ્વચ્છતા ઝુંબેશના પરિણામે અંબાજી ધામને સ્વચ્છ, સુઘડ અને યાત્રિકો માટે અનુકૂળ બનાવવામાં આવ્યું હતું, જેને લઈને શ્રદ્ધાળુઓએ વહીવટી તંત્રના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
ઉલ્લેખનીય છે યાત્રાધામ અંબાજી ખાતે સ્વચ્છતાને લઈને ખાસ ધ્યાન આપવામાં આવે છે. લાખો શ્રધ્ધાળુઓના અસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે વિશેષ આયોજન કરીને સ્વચ્છતા માટે પ્રયાસો કરાયા છે.
રિપોટર પ્રહલાદ પૂજારી અંબાજી
















