શક્તિપીઠ અંબાજી ગુજરાત અને દેશનું સૌથી મોટું શક્તિપીઠ છે.અંબાજી ખાતે દેશભરમાંથી અને વિદેશમાંથી માતાજીના ભક્તો અંબાજી મંદિરમાં દર્શન કરવા આવે છે,પરંતુ ઘણા ઓછા ભક્તોને ખ્યાલ હશે કે અંબાજી થી 3 km દૂર ગબ્બર પર્વતની પહાડીઓ પાસે ચુંદડીવાળા માતાજીનો આશ્રમ આવેલો છે. આ આશ્રમ પર ચુંદડીવાળા માતાજી (પ્રહલાદ જાની) ઘણા વર્ષો સુધી પહાડોમાં તપચર્યા કરી હતી અને સિદ્ધિ મેળવી હતી. ચુંદડીવાળા માતાજી 80 વર્ષ કરતાં વધુ સમયથી અન્નજળ વિના જીવન જીવતા હતા અને આ બાબતે તેમનું મેડિકલ પરીક્ષણ પણ થયું હતું. 26-5-2021 ના રોજ ચુંદડી વાળા માતાજી આ દુનિયા થી અલવિદા લીધી હતી,પરંતુ તેમના ભક્તોની સંખ્યામાં હજુ સુધી ઘટાડો થયો નથી અને હજુ પણ ભક્તો તેમના મંદિરમાં માતાજીની સમાધિના દર્શન અને મા અંબાના દર્શન કરવા ગુફા ઉપર આવે છે. રવિવારે માતાજીને 56 ભોગનો અન્નકુટ પણ ધરાવવામાં આવ્યો હતો.
ચુંદડીવાળા માતાજીના આશ્રમ ઉપર દર રવિવારે અને પૂનમે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે.ચુંદડીવાળા માતાજી સફરજન આપીને ભક્તોના દુઃખ દર્દ દૂર કરતા હતા,પરંતુ માતાજી 2021 માં સ્વર્ગે સિધાવતા જે જગ્યા ઉપર માતાજી બેસતા હતા, ત્યાં તેમની સમાધિ બનાવવામાં આવી હતી અને હજુ પણ ભક્તો તેમના આશ્રમ ઉપર દર્શન કરવા આવે છે.આજે ચુંદડીવાળા માતાજીના આશ્રમ ખાતે (લાલ સદન ખાતે) નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને બપોરે એક સાથે ત્રણ જગ્યા ઉપર આરતી કરવામાં આવી હતી. ગુફામાં માં અંબાની, સમાધિ સ્થળ ઉપર ચુંદડીવાળા માતાજીની અને નવચંડી યજ્ઞ ખાતે મા અંબાની આરતી કરાઈ હતી.મોટી સંખ્યામાં ભક્તો માં અંબાને યાદ કર્યા હતા અને ચુંદડીવાળા માતાજીને પણ યાદ કર્યા હતા. ભક્તોએ જણાવ્યું હતું કે માતાજી શરીર થી અમારી સાથે નથી પણ તેમની આત્માથી અમારી સાથે જોડાયેલા છે. આજના કાર્યક્રમમાં જશુભાઈ પટેલ, મેહુલભાઈ જાની અતુલભાઇ જાની, ધર્મેન્દ્રભાઈ પંચાલ કાર્તિકભાઈ પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા અને તમામ ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
તેમને જણાવ્યું હતું કે ચુંદડીવાળા માતાજી આજે ભલે અમારે વચ્ચે નથી રહ્યા શરીરથી, પરંતુ તેઓ આત્માથી અમારી સાથે વર્ષોથી જોડાયેલા છે અને જોડાયેલા રહેશે.
અંબાજી પ્રહલાદ પૂજારી