ભાદરવી પૂનમે દેશ અને ગુજરાતના ખૂણે ખૂણે થી દર્શન કરવા માઈ ભક્તો અંબાજી ઉમટ્યા:-કલેક્ટરશ્રી મિહિર પટેલ
ભાદરવી પૂનમના ઐતિહાસિક દિવસ અને ખાસ ભાદરવી પૂનમના દિવસે માઈ ભક્તોનો મહેરામણ માં અંબેના દર્શન કરવા, માં નું સાનિધ્ય પ્રાપ્ત કરવા કરવા માટે માં ના દ્વારે ઉમટી પડ્યો હતો. આ શુભ પ્રસંગે જીલ્લા વહીવટી તંત્ર પણ માં ના આશીર્વાદ લેવા માટે કલેક્ટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં મંદિરે પહોંચીને ધ્વજારોહણ કર્યું હતું.
માં અંબાના મહા મેળાના અંતિમ દિવસ પૂનમના પવિત્ર દિવસે જીલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓએ શકિતપીઠ અંબાજી ખાતે શ્રદ્ધાપૂર્વક ધ્વજારોહણ કરી મા અંબાના આશીર્વાદ મેળવ્યા હતા. મા અંબાનો મેળો સુખરૂપ સંપન્ન થતાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મા અંબાને આભાર દર્શન પ્રગટ કરવા ધજા ચડાવવામાં આવી હતી.
શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના મહાકુંભમાં લાખો યાત્રિકોની સેવા, સલામતી, સુરક્ષા અને રહેવાની જમવાની એમ તમામ સગવડોની વ્યવસ્થા કરવામાં આવી હતી. માં અંબાના આશીર્વાદથી જ આટલું મોટું આયોજન શક્ય બને છે. માં ના આર્શિવાદ માટે જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે માં અંબાને શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.
જિલ્લા કલેકટરશ્રીએ ભાદરવી પૂનમનો મેળો સુખરૂપ સંપન્ન થતાં મા અંબાના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે કલેકટરશ્રી સહિતના અધિકારીઓ કર્મચારીઓ ચાચર ચોકમાં ગરબે ઘૂમી માના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
અંબાજી ભાદરવી પૂનમના મેળામાં 18 મી સપ્ટેમ્બરને ભાદરવી પૂનમને મેળા ના અંતિમ દિવસે લાખો શ્રદ્ધાળુઓ માંના દર્શન માટે ઉમટ્યા હતા. શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના આ મહાકુંભ સમા મેળામાં દર્શનાર્થીઓ આંનદ ઉલ્લાસ અને જય અંબેના જયઘોષ સાથે ઉમટી પડતાં શ્રદ્ધાનો સાગર છલકાયો હતો.
અંબાજી પ્રહલાદ પૂજારી