અમદાવાદ, સંજીવ રાજપૂત: આવનાર ભાદરવી પૂનમના રોજ અંબાજી ખાતે ૨૬૨૬ ફૂટ ધજા માં અંબાના ચરણોમાં મૂકીને ફરીથી એકવાર વર્લ્ડ રેકોર્ડ કરવા અમદાવાદ નારણપુરાનો માં અંબા સેવા કેમ્પ કરવા જઈ રહ્યું છે.
માં અંબા સેવા કેમ્પ નારણપુરા, અમદાવાદ દ્વારા 62 વર્લ્ડ રેકોર્ડ તથા 1 ગ્રીનીસ વર્લ્ડ રેકોર્ડ ધરાવતું ધાર્મિક અને સામાજિક સેવા ક્ષેત્રે 21 વર્ષ પૂર્ણ કરીને 22 વર્ષમાં મંગલ પ્રવેશ કરનાર છે. આગામી ભાદરવી પૂનમના રોજ ૨૬૨૬ ફૂટ ધજા માં અંબા ના ચરણોમાં મૂકીને ફરીથી એકવાર વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યું છે.
આ અગાઉ અંબાજી મંદિર ખાતે 2015 માં 1515 ફૂટ ની, 2017 માં દુબઈ ખાતે રમઝાન માસ દરમિયાન 1818 ફૂટની, 2018 માં બેંગકોક ખાતે 2020 ફૂટની ધજાનો ચઢાવો કરીને વર્લ્ડ રેકોર્ડમાં માં અંબા સેવા કેમ્પે સ્થાન મેળવેલ છે.
આ વખતે ચોથી વાર 2626 ફૂટ ની ધજા “માં અંબા સેવા કેમ્પ” દ્વારા અંબાજી મંદિરે ચઢાવવામાં આવશે. જે પણ એ દિવસે વર્લ્ડ રેકોર્ડમાં માં સ્થાન મેળવવા જઈ રહ્યું છે.
આ સેવા કેમ્પના કાર્યકર્તા ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે તમામ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં અમદાવાદ ફન ફોર ઍવર ન્યુ સાયનસ સીટી ખાતે આ ધજાની પૂજા અર્ચના કરવામાં આવી હતી.
ભુપેન્દ્ર ભાઈ પટેલે જણાવ્યું હતું કે આ ધજાને દર્શન માટે “માં અંબા સેવા કેમ્પ” ની ઓફિસ નારણપુરા મુકામે 10 ઓગસ્ટ થી 29 ઓગસ્ટ સુધી સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી રાખવામાં આવશે. ત્યારબાદ આ ધજા માં અંબા સેવા કેમ્પ ચાડા, ખેડબ્રહ્મા મુકામે ભક્તોના દર્શનાર્થે 2 સપ્ટેમ્બર ના રોજ સાંજે 6:00 વાગે ખોલવામાં આવશે. 7 સપ્ટેમ્બર ભાદરવી પૂનમના રોજ અંબાજી મંદિર મુકામે માં અંબાના ચરણોમાં 2626 ફૂટની ધજા મંદિરના પ્રાંગણમાં દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે.
21 સપ્ટેમ્બરના રોજ બાયડ મુકામે આવેલ “જય અંબે મંદ બુદ્ધિ આશ્રમ” મુકામે આ ધજા દર્શનાર્થે ખોલવામાં આવશે અને ત્યારબાદ આશ્રમ આવેલા અંબાજી મંદિરમાં આ ધજા ડોનેટ કરવામાં આવશે.