શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિપીઠ તરીકે ઓળખાય છે. હાલમાં શાકંભરી નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે,
ત્યારે અંબાજી અને ગબ્બર ખાતે માતાજીને શાકભાજી અને મીઠાઈનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. પોષ સુદ આઠમથી પોષ સુદ પૂનમ સુધી નવરાત્રી પર્વ ચાલે છે.
અંબાજીના દીપકભાઈ શિવરામભાઈ જોશી દ્વારા ગબ્બર ચાલતા જવાના રસ્તા ઉપર માતાજીના ઝુલા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીના શાકભાજી નો અન્નકૂટ સાથે સાથે માતાજીને અલગ અલગ પ્રકારની મીઠાઈનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
માતાજીની આરતી અને આરાધના પણ કરવામાં આવી હતી. સતત દસ વર્ષથી ચૌદસના દિવસે ગબ્બર ખાતે અન્નકૂટ ધરાવવામાં આવે છે.
રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી