અંબાજી ખાતે તંત્ર દ્વારા વિવિધ હોટલમાં ફાયર સેફ્ટી સહિતની અન્ય સુવિધાઓને લઈ ચેકિંગ હાથ ધર્યું ચોક્કસથી વાત કરવામાં આવે તો ગુજરાતના રાજકોટમાં બનેલી ગોઝારી ઘટના બાદ અંબાજીનું તંત્ર પણ સફળ જાગ્યું છે
રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં ભયંકર આગની ઘટનામાં 30 જેટલા લોકોનો ભોગ લેવાયો છે ત્યારબાદ રાજ્યના વિવિધ વિસ્તારોમાં તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે
જ્યારે અંબાજી ખાતે પણ રાજકોટની ગોઝારી ઘટના બાદ તંત્ર જાગ્યું હતું અને અંબાજીની વિવિધ હોટલોમાં ફાયર સેફટી સહિત અન્ય સેફટીનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
ચોક્કસથી કહી શકાય અંબાજી સર્કલ ઇન્સ્પેક્ટર સહિત તલાટી અને ફાયર વિભાગના કર્મચારીઓની હાજરીમાં અંબાજીની વિવિધ હોટલોમાં આ ચેકિંગ હાથ ધરાયું હતું જ્યારે સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે અનેક હોટલ સંચાલકો પાસે ફાયર સેફ્ટી સહિત અન્ય એનઓસી અને અનેક બાબતોની ક્ષતિ પણ જણાઈ હતી
જ્યારે આ ટીમ ચેકિંગ હાથ ધરી રિપોર્ટ શોપશે હવે સવાલ એ છે કે શું આ ચેકિંગ બાદ જે પણ હોટલમાં ક્ષતિ જણાશે તેમની પર કાર્યવાહી થશે કે પછી જેસે ચલતે હૈ વેસે ચલને દો કી નીતિ અપનાવાશે કે પછી કોઈ મોટી ઘટના સર્જાય તેની રાહ જોવાશે ? અંબાજીનું તંત્ર હાલ તો સફાળું જાગ્યું છે તો તંત્ર દ્વારા જ્યાં પણ ક્ષતિ જણાય તેમની સામે કડક કાર્યવાહી કરે તેવી પણ લોક માંગ પ્રબળ બની છે. સાથે જ આ ટીમ દ્વારા અંબાજી વિસ્તારની અનેક હોટલોનું ચેકિંગ પણ કરવામાં આવશે.
રિપોર્ટ… અમિત પટેલ અંબાજી