તીર્થ દર્શન સાથે કથા લાભ લેતાં ગુજરાત અને મહારાષ્ટ્રનાં ભાવિક શ્રોતાઓ
રામેશ્વર શુક્રવાર તા.૨૩-૫-૨૦૨૫
ભારત વર્ષનાં સનાતન સ્થાન રામેશ્વર તીર્થમાં રાષ્ટ્રનાં વીર સપૂતોને સમર્પિત રામકથા પ્રારંભ કરતાં શ્રી વિશ્વાનંદ માતાજીએ શાસ્ત્ર અને સંસ્કૃતિ મહિમા સાથે સમાજની કથા વર્ણવી રહ્યાં છે.
શ્રી વિશ્વાનંદ માતાજીએ રામકથા પ્રસંગગાન કરતાં તુલસીદાસજીએ સાત કાંડ એ જીવનનાં સાત પગથિયાં ગણાવી શિવ પાર્વતી સંવાદ એટલે શ્રદ્ધા અને વિશ્વાસનો ભાવ જણાવ્યો. આ સાથે જ તેઓએ અંધશ્રધ્ધા સામે પણ હળવી ટકોર કરી.
મીરા મહિલા મંડળ મુંબઈ દ્વારા થયેલ આયોજન મુજબ ભારત વર્ષનાં સનાતન સ્થાન રામેશ્વર તીર્થમાં રાષ્ટ્રનાં વીર સપૂતોને સમર્પિત રામકથા પ્રારંભ કરતાં શ્રી વિશ્વાનંદ માતાજીએ શાસ્ત્ર અને સંસ્કૃતિ મહિમા સાથે સમાજની કથા વર્ણવી રહ્યાં છે. સાંપ્રત આંતકવાદી ઘટનાઓની નિંદા કરી, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભારતીય સેના દ્વારા લેવાયેલ પગલાંને બિરદાવેલ.
ગોહિલવાડનાં જાળિયાનાં શ્રી શિવકુંજ આશ્રમનાં જાણીતા વક્તા શ્રી વિશ્વાનંદ માતાજી દ્વારા કથા પ્રારંભ અગાઉ સંગીતવૃંદ તથા શ્રોતાઓ સાથે ‘વંદે માતરમ્’ ગાન વંદના અવશ્ય થાય છે, જે નોંધનીય બાબત છે.
કથામાં શ્રી નંદલાલ જાની તથા શ્રી મૂકેશકુમાર પંડિત દ્વારા પ્રાસંગિક વાત કરવામાં આવેલ. પૂજન વિધિમાં શાસ્ત્રી શ્રી અનંતભાઈ ઠાકર સાથે શ્રી વિશાલભાઈ જાની રહેલ છે.
રાષ્ટ્રનાં વીર સપૂતોને સમર્પિત રામકથામાં પ્રસંગ વર્ણન અને સંકીર્તન લાભ મળી રહ્યો છે. અહીંયા તીર્થ દર્શન સાથે કથા લાભ લેતાં ગુજરાત અને મહારાષ્ટ્રનાં ભાવિક શ્રોતાઓ અહોભાવ વ્યક્ત કરી રહ્યાં છે.