નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી…
જન્માષ્ટમીના તહેવારને લઈ એક્ટ્રેસ એન્ડ મોડલ પાયલ શિહોરા કંઈક અલગ લુકમાં જ જોવા મળ્યા…
જન્માષ્ટમી પર્વ ને લઈ પાયલ શિહોરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તહેવારોને લઇ તેમના દ્વારા લોકોને તહેવારો અનુસંધાને ટ્રેડિશનલ લુકમાં શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવે છે. જેમાં દિવાળી હોય કે નવરાત્રી, રક્ષાબંધન હોય કે જન્માષ્ટમી કોઈપણ તહેવાર નિમિત્તે પાયલ શિહોરા દ્વારા લોકોને પોતાના અભિનય દ્વારા કંઈક અલગ જ સંદેશ આપવામાં આવતો હોય છે.
જેમાં વાત કરીએ જન્માષ્ટમીની તો પાયલ શિહોરા દ્વારા જન્માષ્ટમી પર્વને લઈ પોતાને માતા યશોદાનું રૂપ ધારણ કરી શ્રી કૃષ્ણને માતા યશોદા કેવી રીતે લાડ લડાવતા અને શ્રી કૃષ્ણ યશોદા મૈયા સાથે કેવા લાડકોડ થી રહેતા તે અંગે પાયલ દ્વાર ફોટો શૂટ કરવામાં આવ્યું હતુ.
પાયલ શિહોરા દ્વારા જન્માષ્ટમી ઉપરાંત શિવરાત્રી, નવરાત્રી, દિવાળી, રક્ષાબંધન જેવા દરેક તહેવારો પર સમગ્ર દેશવાસી ઓ ને પોતાના અભિનય થકી શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવે છે.
અભિનેત્રી પાયલ શિહોરા દ્વારા કેટલાક ગુજરાતી ફિલ્મો, વેબ સિરીઝ, ગુજરાતી ગીતો સહિત અનેક ફિલ્મી ક્ષેત્રે ફિલ્મ જગતમાં અભિનેત્રી તરીકે પોતે અભિનય કર્યો છે. પાયલ દ્વારા ફેશન શો પણ કરવામાં આવ્યા છે ઉપરાંત કેટલાક જ્વેલર્સ તેમજ ટ્રેડિશનલ શોરૂમો માં પોતાએ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ પોતાની ભૂમિકા ભજવી છે. પાયલ શિહોરા એ સેલિબ્રિટી તરીકે પણ ઘણા બધા કાર્યક્રમોમાં હાજરી આપી લોકોના દિલ જીત્યા છે.
પાયલ શિહોરા અભિનય સાથે સાથે જે સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરે છે જેમાં ઘણીવાર પાયલ દ્વારા ગરીબ બાળકોને ભોજન પૂરું પાડવામાં આવે છે, વૃદ્ધાશ્રમમાં જઈ વૃદ્ધાશ્રમમાં રહેલ લોકો સાથે પણ સમય વિતાવવામાં આવે છે. આમ હંમેશા પાયલ સેવા કે કાર્યોમાં પણ અગ્રેસર જોવા મળે છે.
જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ
ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ શ્રાવણ વદ આઠમની રાતે મથુરાની જેલમાં થયો હતો. તેમના પિતાનું નામ વસુદેવ અને માતાનું નામ દેવકી. ‘દેવકીનું આઠમું સંતાન કંસનો નાશ કરશે’ એવી ભવિષ્યવાણીથી ગભરાઈને કંસે વસુદેવ અને દેવકીને જેલમાં પૂર્યાં હતાં.
મધરાતે શ્રીકૃષ્ણનો જન્મ થયો. પછી વસુદેવ શ્રીકૃષ્ણને કંસના અત્યાચારથી બચાવવા માટે ગોકુળમાં નંદરાજાને ઘેર મૂકી આવ્યા અને જશોદાની દીકરીને પોતાની સાથે લઈ આવ્યા. તેથી શ્રીકૃષ્ણના જન્મદિવસને ‘ગોકુળઅષ્ટમી’ પણ કહે છે.
જન્માષ્ટમીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઊજવાય છે. આ દિવસે લોકો ઉપવાસ કરે છે. મંદિરોને શણગારવામાં આવે છે . ત્યાં રાતે ભજનકીર્તન થાય છે . રાતના બાર વાગે કૃષ્ણજન્મ થતાં લોકો નાચે છે, કૂદે છે, ગુલાલ ઉડાડે છે.
પછી પંજરીનો પ્રસાદ વહેંચાય છે. લોકો પારણામાં ઝૂલતા કનૈયાનાં દર્શન કરે છે. કેટલાંક સ્થળે મેળા ભરાય છે. અને લોકો દ્વારા ઠેરઠેર ગોરસ ભરેલી મટકી ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે.
શ્રી કૃષ્ણ ને ગોપીઓ અને ગાયો ખૂબ પ્રિય હતાં.
તેમણે મથુરાના રાજા કંસનો વધ કરીને તેમનાં માતાપિતા તેમજ અનેક રાજાઓને કંસની કેદમાંથી છોડાવ્યા હતા. તેમણે કાળીનાગને નાથ્યો હતો. તેમણે મહાભારતના યુદ્ધ વખતે અર્જુનનો રથ હાંક્યો હતો અને કુરુક્ષેત્રના મેદાન પર અર્જુનને ઉપદેશ આપ્યો હતો, આ ઉપદેશ ‘ગીતા’ નામના પુસ્તકમાં સચવાયેલો છે. ગીતા હિંદુ ધર્મનું શ્રેષ્ઠ પુસ્તક ગણાય છે.
અભિનેત્રી પાયલ શિહોરા દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વ નિમિત્તે સૌ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામના… જય શ્રી કૃષ્ણ