ગુપ્ત નવરાત્રીમાં પટ્ટાભિષેકમ મહાયજ્ઞ 4 જુલાઈ સુધી ચાલશે
શક્તિપીઠ અંબાજી થી નજીક આવેલું કામાક્ષી મંદિર દેશ વિદેશમા પ્રખ્યાત છે. અહીં અંબાજી ખાતે સૌ પ્રથમ 51 શક્તિપીઠના મંદિર બનાવવામાં આવ્યા હતા અને આજે પણ ભક્તો રોજેરોજ, રવિવાર, આઠમ અને પૂનમે મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. ભક્તોની મનોકામના પૂર્ણ થતા માતાજીને લીંબુનો હારપણ ચઢાવવામાં આવે છે. હાલમાં અષાઢી નવરાત્રીમાં પટ્ટાભીષેક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
બ્રાહ્મણો અને મંદિરના મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી અહીં પટ્ટાભીષેક યજ્ઞનું આયોજન કરાયું હતું મોટી સંખ્યામાં ભક્તોએ પણ દર્શન કર્યા હતા અને હવનમાં આહુતિ પણ આપવામાં આવી હતી.શ્રી કાંચી કામકોટી પીઠમ કાંચી પુરમ દ્વારા શ્રી કામાક્ષી માતા મંદિર માં ભારત દેશના હિત માટે રાજરાજેશ્વરી પટ્ટાભિષેક મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે ,
અષાઢી નવરાત્રી માં આ મંદિર ખાતે 4 જુલાઈ સુધી યજ્ઞ ચાલશે. સવારે 6 વાગે થી બપોરના 12 વાગ્યા સુધી પૂજન કીર્તન ચાલે છે. ત્યારબાદ સાંજે 4 વાગે થી લલિતા સહસ્ત્ર ના પાઠ અને માતાજીના પાઠ કરાય છે. મોટી સંખ્યામાં બ્રાહ્મણો દ્વારા હોમ હવન અને અભિષેક પુજન કરી દેવીને પ્રસન્ન કરાય છે. ગુપ્ત નવરાત્રીમા પૂજાનું વિશેષ મહત્વ છે. માતાજીનીમૂર્તિને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.
રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી