પાટોત્સવ નિમિત્તે મહાદેવ ની વિશેષ પૂજા – યજ્ઞ,બિલ્વ પત્ર અભિષેક નું આયોજન કરાયું…..
શક્તિ ભક્તિ ને આસ્થા નું ત્રિવેણી સંગમ એટલે શક્તિપીઠ અંબાજી ખાતે આવેલ કૈલાશ ટેકરી ખાતે શાંતીશ્વર મહાદેવ મંદિર નો ૮૭ મો પાટોત્સવ આજ રોજ યોજાયો હતો.જેમાં વિશેષ પૂજા – યજ્ઞ, અભિષેક આદિ નું આયોજન અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા કરાયું હતું.
અંબાજી – કુંભારીયા રોડ પર આવેલા અને કૈલાશ ટેકરી મહાદેવ નું પ્રાચીન મંદિર આવેલું છે કૈલાશ ટેકરી વાળા શાંતીશ્વર મહાદેવ મંદિર ની સ્થાપના ને આજ ૮૭ વર્ષ પૂરા થતા મંદિર નો પાટોત્સવ યોજાયો હતો.જેમાં વહેલી સવાર થી વિશેષ પૂજા આરતી સવારે ૦૬:૩૦ કલાકે ,યજ્ઞ પ્રારંભ સવારે ૦૮:૩૦ કલાકે ,બપોરે રાજભોગ આરતી ૧૨:૦૦ કલાકે અને બપોરે ૦૧:૦૦ થી ૦૩:૦૦ વિશેષ મહાપૂજા અભિષેક સહિત બિલ્વ અર્ચન કરાયું હતું,
યજ્ઞ પૂર્ણાહુતિ સાંજે ૦૫:૦૦ કલાકે અને સાંજે દીપદાન મહાઆરતી ૦૭:૦૦ કલાકે યોજાશે.જેનો લાભ લેવા તમામ ધર્મપ્રેમી જનતા ને ભાવભર્યું આમંત્રણ અપાયું છે .
અંબાજીમાં અવર નવર અનેક સાંસ્કૃતિક કાર્યક્રમમાં થતા હોય છે વાત કરવામાં આવે તો કૈલાશ ટેકરી એક પ્રાચીન મંદિર આવેલું છે આ મંદિરના મહાશિવરાત્રી શ્રાવણ માસ જેવા અનેક તહેવારો અહીં ધામ ધૂમતી મનાવવામાં આવે છે લોકોની માન્યતા છે કે આ શાતેશ્વર મહાદેવ દાદા દર્શન કરવાથી અનેક દુઃખો દૂર થાય છે
રિપોર્ટર.. અમિત પટેલ અંબાજી