949 ની કથા “માનસ કબીરવડ” ભરૂચ ખાતે પ્રારંભ થઈ
ભાવનગર (તખુભાઈ સાંડસુર દ્વારા)
પૂ. મોરારિબાપુના વ્યાસાસને ગવાઇ રહેલી કથા શૃંખલાની હવે 949 મી કથા ભરૂચ જિલ્લાના કબીરવડ પાસેના મંગલેશ્વર ગામમાં શનિવાર તા.4-1- 25 ના રોજ પ્રારંભ થઈ.આ કથાનું નામાભિધાન “માનસ કબીરવડ” આપવામાં આવ્યું છે. બાપુએ કબીરના ચિંતનના આધાર લઈને બે કથાઓ ગાઈ સંભળાવી છે.હવે કબીર જીવનનો હાર્દ જે રીતે કહી ગયા તેને કેન્દ્રિત કરીને નવો સંવાદ ભરૂચમાં થશે.સનાતન ધર્મમાં કબીરનું તત્વજ્ઞાન માનવ,સમાનતા અને એકાત્મવાદ ઉપર ખૂબ મોટો સંદેશો આપી રહ્યું છે. તે દિશામાં બાપુની વાણીને શ્રવણ કરવા જગત લાલાયિત હોય છે.
કથાના પ્રારંભે મોરારિબાપુએ કહ્યું કે અંધશ્રદ્ધા,પાંડિત્ય માત્ર બૌદ્ધિકતા સામે વિદ્રોહ કરે છે.સાધુ ક્યારેય દ્રોહ કરતા નથી.પરંતુ જરૂર પડે તે વિદ્રોહ કરે છે.મુક્તિ મેળવવા કોઈ ભૂમિ ની જરૂર નથી પરંતુ ભૂમિકાની જરૂર પડે છે. તેથી કબીર કાશી છોડીને મગહર ચાલ્યાં ગયા હતાં.કબીર ક્રાંતિકારી, ભ્રાંતિહારી અને શાંતિકારી મહાપુરુષ હતાં.ભોજન એ વટ વૃક્ષ છે અને તેથી વડલાઓ શાંતિ નિકેતન, કબીરવડ, દુધરેજ અને તલગાજરડા જગ્યાઓ પર પણ સ્થિત છે.
આજની કથામાં કબીર સંપ્રદાયના પરંપરાના શ્રી હજુર સાહેબ -વારાણસી,શ્રી શિવરામ સાહેબ મોરબી, શ્રી નરસંગદાસજી રાજકોટ,શ્રી પ્રિતમદાસજી વડોદરા વગેરે તથા દુધરેજના શ્રી કણીરામ બાપુ સુશ્રી મહામંડલેશ્વર પૂજ્ય નિર્મળા બા, હાથીજણના શ્રી મહંત મહાદેવદાસજી બાપુ,શ્રી રાજેન્દ્રદાસજી બાપુ તોરણીયા ,સંત શ્રી રામેશ્વરદાસજી મહારાજ તથા પુર્વ મંત્રી શ્રી બ્રિજેશ મેરજા, ધારાસભ્ય શ્રી અરુણસિંહ રણા વગેરે સ ઉપસ્થિત હતાં.
આ કથાનું યજમાનપદ નિમિત માત્ર શ્રી નરેશભાઈ પટેલ કરી રહ્યાં છે. જે ભરૂચ ના વતની છે અને અમેરિકા ખાતે નિવાસ કરે છે. કથા દરમિયાન આસપાસના 40 ગામોને ધુમાડા બંધ ભોજન પ્રસાદ ગ્રહણ કરવા માટે નિમંત્રણ મોકલાયું છે.મંગલેશ્ર્વર ગામ સહિતનો સ્વંય સેવક આયોજનની સફળતામાં જોડાયેલો છે.