આ બંને પતિ પત્ની વર્ષો સુધી અંબાજીમાં ભજન કીર્તન કરીને અંબાજીને ભક્તિમય માહોલ બનાવવાનો મોટો ફાળો આપ્યો હતો
અંબાજી ખાતે વર્ષોથી ભજન ભક્તિ દ્વારા મોટુ નામ ધરાવતા મગનરામ મહારાજની 45 મી નિર્વાણ તિથી અને અને ખેમીબા મહારાજની 14 મી નિર્વાણ તિથી નિમિત્તે ભક્તો દ્વારા વિશાળ સત્સંગ, ભજન કાર્યક્રમ અને અને ભોજન સમારંભ શુક્રવારના રોજ સાંજે યોજાયો હતો. મેવાડ, મારવાડ, ગુજરાત અને સૌરાષ્ટ્રથી મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા અને ભજન ભક્તિમાં જોડાયા.
આ બંને ભક્ત પતિ પત્ની વર્ષો સુધી અંબાજીમાં ભજન કીર્તન કરીને અંબાજીને ભક્તિમય માહોલમય બનાવવામાં મોટો ફાળો આપ્યો હતો. કાચા મકાનમાં કોઈપણ લોભ લાલચ વગર ભક્તિ કરીને ઘણા લોકોને ભક્તિ માર્ગમાં જોડવાનું કામ કર્યું હતું.
મગન રામ મહારાજના મૃત્યુ બાદ વર્ષો સુધી ખેમીબા મહારાજ કોઈના પણ ઘરે કંઈ પણ માંગવા ગયા હતા ન હતા અને પોતાના ઘરની બહાર મોટું બોર્ડ લગાવ્યું હતું, જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે મરુ પણ માંગુ નહીં.14 વર્ષ પહેલા ખેમીબા મહારાજનું મૃત્યુ થતાં તેમની સમાધિ તેમના આશ્રમમાં જ આપવામાં આવી હતી
અને આજે પણ તેમના ભકતો દર ગુરુવારે તેમના આશ્રમમાં ભજન કીર્તન કરે છે.આજે મોટી સંખ્યામાં ભક્તો તેમના આશ્રમમાં આવીને ભજન કીર્તન કર્યા હતા અને ત્યારબાદ સમાધિ પાસે થાળ ધરાવવામાં આવ્યો હતો.અંબાજીના સૌથી જુના પ્રાચીન સંત તરીકે ઓળખાય છે પતિ પત્ની. અંબાજીના ભક્ત મંડળ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી