શક્તિપીઠ અંબાજી મંદિર મા અષ્ટમી ને લઈ અનેકો તૈયારીઓ કરવા મા આવે છે.આજે અષ્ટમી ને લઈ માતાજી ના મંદિર મા મગળાં આરતી વેહલી સવારે 6 કલાકે કરવા મા આવી હતી.નવરાત્રી ના આઠમે અંબાજી મંદિર મા સવાર થી મોટી સંખ્યા મા દર્શનાર્થીઓ નો ભારી ધસારો જોવા મળી રહ્યો છે. સમગ્ર અંબાજી મંદિર ને આજે ફૂલો થી શણગારવા મા આવ્યું છે.
આજે શક્તિપીઠ અંબાજી મંદિરમાં અષ્ટમીને લઈને મહાયજ્ઞ કરવામાં આવે છે. દાંતા ના રાજવી પરિવાર દ્વારા પરંપરાગત વર્ષોથી મંદિર મા હવન કરવામાં આવે છે.
ત્યારે આજે અષ્ટમી ને લઈને દાંતા સ્ટેટના રાજવી પરિવાર અંબાજી મંદિર પહોંચ્યા હતા. મંદિરના ભટજી મહારાજ અને સમગ્ર મંદિર તરફથી રાજવી પરિવારને આમંત્રણ પાઠવવામાં આવતું હોય છે ત્યારબાદ રાજવી પરિવાર દાંતા થી પ્રસ્થાન કરે છે. ત્યાર બાદ માર્ગમાં આદિવાસી પરિવારની કન્યાઓ દ્વારા તેમનું સોમેરુ કરવામાં આવતું હોય છે. સામેરુ અને ઢોલ નગાડા સાથે આદિવાસી પરંપરા ને જાળવી રાખે છે.
ત્યારબાદ રાજવી પરિવાર અંબાજી ના નિજ મંદિરમાં પહોંચી વર્ષો જૂની પરંપરાગત માતાજીના દર્શન અને આશીર્વાદ મેળવે છે. અને ભટજી મહારાજની ગાદી પર જઈ ભટજી મહારાજ જોડે પણ આશીર્વાદ મેળવ્યા બાદ હવનશાળા પહોચ્યા હતા.
850 વર્ષોથી રાજવી પરિવાર દ્વારા પૂજા વિધિ અંબાજી મંદિરમાં કરવામાં આવે છે. તે પૂજા વિધિ આજે અષ્ટમીના દિવસે પણ હાલના રાજવી રિદ્ધિરાજસિંહ મહારાજ જે 142 માં રાજવી પદ નિભાવી રહ્યા છે. તેમને દ્વારા પૂજા વિધિ કરવામાં આવી હતી.
હવન શાળામાં રાજવી પરિવાર પહોંચી હવન ની પૂજા વિધિ શરૂ કરવામાં આવી હતી. જેમાં ભટજી મહારાજ અને મંદિરના પૂજારીઓ આ પૂજા વિધિમાં જોડાયા હતા. સાંજે રાજવી પરિવાર દ્વારા હવનમાં નારીયલ હોમી હવનની પુર્ણાહુતી કરવામાં આવશે ત્યારબાદ માઇભક્તો પણ હવનમાં નારીયલ હોમી આહુતિ આપશે.
અંબાજી પ્રહલાદ પૂજારી