કામ પર ફક્ત ૩ મજૂર હાજર હોવા છતાં પણ ભરાઈ રહી છે ૧૫ થી ૧૭ મજૂરોની ખોટી હાજરીઓ…..
સરકારે ભ્રષ્ટાચાર રોકવા ઓનલાઇન કામગીરી શરૂ કરી છતાં તેમાં પણ ગેરરીતિ આચરતા ભ્રષ્ટ અધિકારીઓ…..
સ્થળ પર નિરીક્ષણ કરવા ગયેલ ટી.ડી.ઓ.એ ૧૭ મજૂરો સામે પ્રત્યક્ષ ૩ મજૂરો જોયા….. પત્રકાર પ્રશ્ન પૂછતા ટીડીઓ થયા મૌન
ભ્રષ્ટાચાર આચરતા અધિકારીઓ સામે સરકાર શું પગલાં લેશે તે જોવું રહ્યું ….
બનાસકાંઠા જિલ્લા ના દાંતા તાલુકા વિસ્તાર માં વશી ગ્રામ પંચાયત દ્વારા મનરેગા અંતર્ગત વશી મેઈન રોડ થી બુંબડિયા ફળી સુધી રસ્તો બનાવવાની કામગીરી છેલ્લા ૨ માસ થી ચાલુ છે જેમાં દરરોજ ના ૧૫ થી ૧૭ મજૂરો દર્શાવી ખોટી હાજરીઓ ભરી મજૂરના નામે સરકારી પૈસા ચાંઉ કરવાનું કૌંભાંડ સામે આવ્યું છે.
દાંતા તાલુકા માં ગ્રામીણ વિસ્તાર ના બેરોજગારો ને રોજગારી પૂરી પાડવા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ હેઠળ ની યોજના અમલ માં મુકાઈ છે .આ યોજના માં પારદર્શિતા જળવાઈ રહે તે માટે તમામ વહીવટી પ્રક્રિયા તેમજ નાણાંકીય વ્યવહાર ઓનલાઇન આધારિત કરવામાં આવી છે.
તેમ છતાં અલ્પશિક્ષિત ગામડા ના લોકો ને અંધારા માં રાખી ને કેટલાક લેભાગુ તત્વો,ભ્રષ્ટ અધિકારીઓ તેમજ સરકારી કર્મચારીઓ ની મીલીભગત થી મોટું ભ્રષ્ટાચાર કરતા હોવા ની ફરિયાદો ઉઠવા પામી છે .જે મુજબ દાંતા તાલુકા ના એક જાગૃત નાગરિક દ્વારા વશી – બુંબડીયાં ફળી માર્ગ નિર્માણ કાર્ય ની મુલાકાત લેવા ગયેલ ત્યાં કામ કરતા મજૂરો પાસે થી કામ અને મજૂરો ની સંખ્યા બાબતે તપાસ કરતા આ સમગ્ર કૌંભાંડ બહાર આવ્યું છે.
જેમાં મનરેગા અંતર્ગત વશી ગ્રામ પંચાયત દ્વારા બુંબડીયાં ફળી સુધી રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરાયા ને ૨ માસ જેટલો સમય થવા આવ્યો છે ત્યારે અહી કામ કરતા મજૂરો ની સંખ્યા પ્રમાણે દરરોજ ૧૫ થી ૧૭ મજૂરો ની હાજરી ભરાય છે .
જ્યારે હકીકત માં અહીં ફક્ત ૩ મજૂરો જ કામે લાગેલ છે જે બાબતે અહી કામ કરતા એક મજૂર ને પૂછપરછ કરતા તેને જણાવ્યું કે અમે અહી કામ શરૂ થયા ત્યાર થી દરરોજ ૩ થી ૫ મજૂર કામે આવીએ છીએ પણ ૧૫ થી ૧૭ મજૂરો ની હાજરી ભરાય છે.જે બાબત નો વિડીયો આ નાગરિકે ઉતાર્યો હતો .
અને આ બાબતે તા.૨૨/૦૭/૨૪ થી ૦૪/૦૮/૨૪ નું મસ્ટર મંગાવી ચેક કરતા તેમાં પણ મજૂરો ની હાજરી દર્શાવેલ હતી. જ્યારે કામ શરૂ થયું ત્યાર થી ૧૫ થી ૧૭ મજૂરો ની હાજરી પુરવામાં આવે છે.પરંતુ હકીકત માં સ્થળે ફક્ત ૩ મજૂરો કામ કરી રહ્યા છે તો બાકી ના ૧૪ થી ૧૫ મજૂરો ની હાજરી કોણ ચાઉ કરી રહ્યું છે તે પ્રશ્ન ઊભો થાય છે .
આ સમગ્ર હકીકત નો વિડીયો લઈ તે જાગૃત નાગરિક દ્વારા ટી.ડી.ઓ શ્રી ને જાણ કરતા તેઓ પણ તપાસ અર્થે સ્થળે પહોંચ્યા હતા જ્યાં ઓનલાઈન માં દર્શાવેલ મજૂરો ની સંખ્યા સામે સ્થળ પર ફક્ત ૩ મજૂરો કામ કરતા જોવા મળ્યા હતા.
ત્યારે ચાલી રહેલ આ સમગ્ર કૌંભાંડ માં કોનો હાથ છે તેમજ શું સરકાર આ સમગ્ર કૌંભાંડ બાબતે ઉંડાણપૂર્વક તપાસ કરી સત્ય બહાર લાવશે ? અને શું મજૂરો ના નામે મસ મોટું કૌંભાંડ આચરતા આવા સરકારી બાબુઓ સામે કોઈ કાર્યવાહી થશે ખરી તે જોવું રહ્યું……
રિપોર્ટર… અમિત પટેલ અંબાજી