‘પોલેન્ડના કેટોવીસામા થયો કથા પ્રારંભ’
વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા)
સને 1939 ના થી આરંભ થયેલા અને 1945 સુધી ચાલેલા દિ્તિય વિશ્વયુદ્ધમાં એડોલ્ફ હિટલરે 11 લાખ લોકો કરતા પણ વધુ લોકોને એક જ જગ્યાએ હત્યા કરી હોય તેવું યહૂદીઓના કેમ્પનું સ્થળ ઓસવીટ્ઝ કે જે વર્લ્ડ હેરિટેજમાં ગણાય છે તેનાથી માત્ર 35 કિલોમીટર દૂર રામકથા પોલેન્ડના કેટોવીસામા પુ.મોરારિબાપુએ કથા ક્રમની 962 મી કથાનો આરંભ આજે શનિવાર તા 23-8-25 ના રોજ કર્યો.
આ રામકથા ગાનનુ મહત્વ એટલે છે કે જગતમાં સૌથી મોટો નરસંહાર જ્યાં થયો છે ત્યાં વ્યાસપીઠનુ તેને શ્રધ્ધાંજલિ માટે આગમન થાય છે.બાપુ હંમેશા સત્ય પ્રેમ અને કરુણાનો સંદેશ લઈને વિશ્વના ખૂણે ખૂણે યુદ્ધ નહીં અનુગ્રહ પહોંચાડવા મથતા રહે છે. તેથી સાંપ્રત સમયમાં ચાલી રહેલા યુક્રેન -રશિયા અને પેલેસ્ટાઇન -ઇઝરાયેલ અને બીજા અનેક યુદ્ધો માટે પણ તેઓએ અપીલ કરીને માનવસંહારને અટકાવવા માટે વારંવાર વિનંતી કરી છે.
પુ.મોરારિબાપુનો કરુણા ભાવ સમગ્ર જગતના હિત, કલ્યાણ અને પ્રેમ માટે વહેતો રહ્યો છે. તેથી આટલા મોટા પ્રમાણમાં જ્યાં નરસંહાર થયો તે યહૂદીઓને યુરોપના પોલેન્ડની કેટોવીસાની ભૂમિ ઉપર તારીખ 23 થી રામકથાનો પ્રારંભ થયો.માનવામા આવે છે કે સને 1939 થી 1945 સુધી એ યહૂદીઓ કે જે ઓટસવીસ કેમ્પમાં રહેતા હતાં તેની હત્યા કરવામાં આવી આ 11 લાખ લોકોની હત્યા માંથી 9.60 લાખ લોકોને ગેસથી ગુંગળાવીને મારી નાખવામાં આવ્યા હતા. તે સહિત કુલ 11 લાખ લોકોને આ કથાથી શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. હિન્દુ ધર્મનું વૈશ્વિક ફલક એ સમગ્ર જગતના કલ્યાણ,શાંતિ માટે છે તેનો સંદેશો આ કથાથી સમગ્ર જગતમાં અને માનવજાત માટે ખૂબ જ અસરકારક રીતે જઈ રહ્યો છે.
આજની કથાના મંગલ ધ્વનિને વહાવતા બાપુએ કહ્યું કે “શ્રી હનુમાનજી ત્યાગનું સંક્ષિપ્ત સ્વરૂપ છે.જ્યાં બિલકુલ અભિમાન નથી, તે જ્ઞાન છે.
બ્રહ્માને બધામાં સમાન રીતે જોવું એ જ્ઞાન છે.
બાલકાંડ તપસ્યા વિશે છે,અયોધ્યાકાંડ બલિદાન વિશે છે, અરણ્યકાંડ પતિ-ભક્તિના ધર્મ વિશે છે. કિષ્કિંઘિકાંડ તરસ વિશે છે, સુંદરકાંડ મોક્ષ વિશે છે, લંકાકાંડ મોક્ષ વિશે છે અને ઉત્તરકાંડ સંતોષ વિશે છે.”
આમ પહેલા કાંડના સાત શ્લોકોમાં વંદના પ્રકરણ છે.
આ કથાની પૂર્ણાહુતિ તા 31 ઓગસ્ટના થશે.પુ.બાપુ ઓસવીટ્ઝ જઈને એ નિર્વાણ ગતિ પ્રાપ્ત આત્માઓને શ્રધ્ધાંજલિ આપશે તેમ પણ માનવામાં આવે છે.
તસવીરો -નીલેશ વાવડિયા