શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી દેશના 51 શક્તિપીઠ મા આધ્યશક્તિ તરીકે ઓળખાય છે.
અંબાજી શક્તિપીઠ ની વાત કરવામાં આવે તો આ મંદિરના શિખર ઉપર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે. અંબાજી મંદિરમા હાલમા નવરાત્રી પર્વમાં ભકતો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે.
નવરાત્રી પર્વમાં નેતાઓ પણ મા અંબાના શરણે આવતા હોય છે ત્યારે એનસીપી (અજીત પાવર ગ્રુપની) ના નવા વરાયેલા ગુજરાત પ્રદેશ પ્રમુખ નિકુલસિંહ તોમર અંબાજી ખાતે મા અંબા ના દર્શન કર્યા બાદ મંદિરના શિખર પર ધજા અર્પણ કરી હતી.નિકુલસિંહ તોમરની હાલમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકેની નિમણૂક કરવામાં આવી છે.
અંબાજી શક્તિપીઠની વાત કરવામાં આવે તો અંબાજી ખાતે હાલમા આસો નવરાત્રી પર્વમાં ભકતો મોટી સંખ્યામાં દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.અંબાજી મંદિરમાં નેતાઓ પણ મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે.
એનસીપી શરદ પવાર થી અલગ પડેલા અજીત પવાર જૂથની જેમાં પ્રફુલ પટેલ પણ હાલમાં મહારાષ્ટ્ર ગઠબંધન સરકારમાં જોડાયેલા છે તેમના દ્વારા ગુજરાતના જયંત બોસ્કી પ્રમુખ ની નિમણૂક અગાઉ કરવામાં આવી હતી ત્યારબાદ હાલમાં ગુજરાતમાં એનસીપી નું સંગઠન બદલવામાં આવ્યું છે જેને લઇને અમદાવાદ એએમસી ના કુબેર નગર વોર્ડના કોર્પોરેટર નિકુલસિંહ તોમર ની ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ તરીકેની નિમણૂક કરાઈ છે. અમદાવાદ થી મોટી સંખ્યામાં 40 થી વધુ ગાડીઓના કાફલા સાથે એનસીપી નેતાઓ અંબાજી ખાતે આવ્યા હતા. અંબાજી મંદિરમાં દર્શન કરીને મંદિરના શિખર ઉપર ધજા અર્પણ પણ કરી હતી.
:- ગાડીઓનો કાફલો મોટી સંખ્યામાં જોવા મળ્યો :-
નિકુલસિંહ તોમર ની નિમણૂકને પગલે તેમના સમર્થકો અને એનસીપીના નેતાઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અમદાવાદથી 40 થી વધુ ના ગાડીના કાફલા સાથે અંબાજી ખાતે આવ્યા હતા અને મા અંબાના દર્શન કરીને એનસીપીની નવી પ્રમુખ તરીકેની કામગીરીનો પ્રારંભ કર્યો હતો,
તેમના સમર્થકો પણ નિકુલસિંહ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હે ના નારા લગાડ્યા હતા. કોઈપણ નેતા કોઈ પણ સારું કામ કરતા પહેલા દેવ દર્શન માટે આવતા હોય છે. આસો નવરાત્રી થી નવી ઇનિંગ શરૂ કરતા ,આ નેતા હવે ગુજરાતમાં એનસીપી માટે કેવી મહેનત કરે છે અને ભાજપના ગઢમાં કેવી રીતે પક્ષને આગળ લઈ જાય છે તે હવે સમય બતાવશે.
અંબાજી પ્રહલાદ પૂજારી