કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ભાદરવી પૂનમના મહામેળમાં ગુજરાત ભરમાંથી અંબાજી ખાતે જતા પદયાત્રીઓ માટે તારીખ 12/09/2024 ના રોજ ગુજરાત સરકારના એકમ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના માર્ગદર્શન હેઠળ Hikal કંપનીના સૌજન્યથી સ્ટીલની બોટલ મળેલ છે.
તથા ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડ તથા Hikal કંપની ના સૌજન્ય તરફથી અંબાજી પદયાત્રા જતા પદયાત્રીઓ માટે પ્લાસ્ટિકની ખાલી બોટલ ક્રશ કરો અને સામે સ્ટીલની બોટલ મેળવો જે માધ્યમ વડે રીએટમોસ કંપની ના આરવીએમ મશીન જેની અંદર બોટલ ક્રશ કર્યા બાદ મેળવાતા પ્લાસ્ટિકમાંથી જેકેટ ટાઈપ કેપ તથા ટીશર્ટ બનાવવાના રિસાયક્લિંગ કાર્યો થઈ શકે છે તેવું ઉત્તમ કાર્ય પ્રદૂષણ અટકાવવાની સાથે સાથે લોકોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાની અને સ્ટીલની બોટલ વાપરવાની જાગૃતિ કેળવાય તે માટે આ પ્રયત્ન થઈ રહ્યો છે
જેમાં બોટલો એકત્ર કરવા તથા તેને ક્રશ કરવા માટે જરૂરી સ્વયંસેવકો પણ ઉદગમ ફાઉન્ડેશન દ્વારા સેવાના સૌજન્ય રૂપે ફાળવવામાં આવ્યા છે.
જે અંતર્ગત દલપુર અને ખેરોજ ખાતે સ્ટોલ કરવામાં આવેલ છે જેમાં પહેલા જ દિવસે કુલ આશરે ૭૧૦૦ પ્લાસ્ટિક ની બોટલ ક્રશ કરવામાં આવી અને ૧૩૦૦ સ્ટીલ બોટલ નું વિતરણ કરવામાં આવ્યું.