Devotional

અંબાજી ગ્રામ પંચાયત ના પે – પાર્કિંગ માં નિયમો ની ઐસી – તૈસી કરી મનમાની ચલાવતા કોન્ટ્રાકટર

જાહેર નીવિદા માં કોમ્યુનિટી હોલ માં વાહન પાર્ક નહિ બાબતે સ્પષ્ટ ઉલ્લેખ છતાં પણ વાહન પાર્ક કરાવાઈ રહ્યા છે….

નિયમ નો નેવે મૂકી કોમ્યુનિટી હોલ માં પાર્કિંગ તથા બમણો ચાર્જ વસૂલવા ની ફરિયાદ મળતા કોન્ટ્રાકટર ને નોટિસ અપાઈ….

નિયમો ને ઘોળી ને પી જતા કોન્ટ્રાકટર સામે પગલાં લઈ ડિપોઝિટ જપ્તી, ટેન્ડર રદ્દ કરી બ્લેકલિસ્ટ કરવા જોઈએ…..

યાત્રાધામ  અંબાજી ખાતે ગ્રામ પંચાયત દ્વારા જૂના નાકા સ્થિત કોમ્યુનિટી હોલ આગળ ની જગ્યા ને ૧૧ માસ ના કરાર પર પે – પાર્કિંગ માટે ભાડે અપાઈ છે ત્યારે જાહેર નીવીદા માં ઉલ્લેખિત નિયમો ના પાલન અંગે ચુસ્તપણે પાલન ની જોગવાઇ લેખિત માં કરાઇ હોવા છતાં પંચાયત ના નિયમો ની ઐસી – તેસી કરી યાત્રિકો પાસે થી બમણા ભાવ ની વસુલાત અને નિયમો ભંગ કરતા હોવા નું સામે આવ્યું છે.

અંબાજી ગ્રામ પંચાયત ના જૂના નાકા સ્થિત કોમ્યુનિટી હોલ આગળ ના ભાગે આવેલ જગ્યા ને ગ્રામ પંચાયત દ્વારા ૧૧ માસ ના કરાર આધારિત પે – પાર્કિંગ માટે બારોબાર અપાતા તેમજ પંચાયત દ્વારા લેખિત માં ઉલ્લેખ કરાયેલ તમામ નિયમો નો સરેઆમ ભંગ કરાઇ રહ્યા હોવા નું સામે આવ્યું છે.જેમાં ગ્રામ પંચાયત હસ્તક ના કોમ્યુનિટી હોલ ની આગળ ની જગ્યા ને ગ્રામ પંચાયત દ્વારા પાર્કિંગ તરીકે ઉપયોગ કરવા ભાડે અપાયેલ છે.

જેમાં વિવિધ શ્રેણી ના વાહનો ના ૨ કલાક ના પે – પાર્કિંગ ના ભાવ લીસ્ટ નું બોર્ડ જાહેર પ્રજા વાંચી શકે તે માટે પાર્કિંગ સ્થળે લગાવવાનો ઉલ્લેખ છે  તેમજ વિવિધ શ્રેણી ના વાહનો ના પાર્કિંગ ના ભાવ તેમજ નિયત સમયગાળા કરતા વધુ સમય ના ભાવ નો પણ ઉલ્લેખ કરવો તેવો સ્પષ્ટ નિયમ તેમજ પંચાયત ના કોમ્યુનિટી હોલ ની ફક્ત આગળ ની જગ્યા નો જ પાર્કિંગ માટે ઉપયોગ કરવાનો રહેશે જેવા નિયમો ઉલ્લેખ્યા છે તેમાં છતાં પણ જગ્યા ભાડે લેનાર કોન્ટ્રાકટર પોતાની મન મરજી મુજબ બધા નિયમો ને નેવે મૂકી ને પાર્કિંગ ચલાવતા હોવા ની રાવ ઊઠી છે .

ગ્રામ પંચાયત ના પે – પાર્કિંગ ના નિયમો નો ઉલ્લંઘન…..
અંબાજી ગ્રામ પંચાયત દ્વારા જૂના નાકા કોમ્યુનિટી હોલ ની આગળ ની જગ્યા ૧૧ માસ ના કરાર આધારિત છે.જેમાં પંચાયત ના કોઈ પણ નિયમો માં છૂટછાટ કે ફેરબદલ કરવા અંગે ગ્રામ પંચાયત ની મંજૂરી લેવી જરૂરી હોય છે ત્યારે કોન્ટ્રાકટર દ્વારા ગ્રામ – પંચાયત ના લેખિત માં ઉલ્લેખિત નિયમો માં પોતાની મન મરજી થી ફેરબદલ કર્યા જેમાં પંચાયત ની મંજુરી લેવાઈ છે કે કેમ તે પ્રશ્ન છે.

પે – પાર્કિંગ ની જગ્યા માં ભાવ લીસ્ટ નું બોર્ડ નહિ મારી મન મરજી મુજબ ભાવ વસુલાત….
ગ્રામ પંચાયત દ્વારા પે – પાર્કિંગ ની  જગ્યા અંગે સ્પષ્ટ નિયમ ઉલ્લેખિત કરાયો છે જેમાં પે – પાર્કિંગ ની જગ્યા માં આવનાર યાત્રિકો વાહન પાર્ક કરવા માટે ભાવ જાણી શકે તે માટે પાર્કિંગ ના મુખ્ય ગેટ પર ૪ x ૨ ના મોટા બોર્ડ લગાવવાનો નિયમ કરાયો છે જેને પણ કોન્ટ્રાકટર દ્વારા તે નિયમ ને નેવે મૂકી ભાવ લીસ્ટ નું બોર્ડ નહિ મારી પોતાની મરજી થી ભાવ વસુલાત કરી રહ્યા છે.
જેમાં
૧) ટુ – વ્હીલર – રૂ.૨૦/- ( બે કલાક સુધી)

૨) થ્રી / ફોર વ્હીલર – રૂ.૫૦/- ( બે કલાક સુધી)

૩) ફોર વ્હીલર થી વધુ (બસ ,ટ્રક, ટ્રેકટર ટ્રોલી વગેરે માટે) – રૂ.૧૦૦/- ( બે કલાક સુધી)
નો ભાવ નક્કી કરાયો છે.તેમાં પણ બે કલાક થી વધુ ના સમય માટે રૂ.૨૦/- પ્રતિ કલાકે ચાર્જ વસુલાત નો નિયમ કરાયો હોવા છતાં કોન્ટ્રાકટર દ્વારા પ્રથમ બે કલાક ના જ બમણા ભાવ વસૂલતા હોવા નું સામે આવ્યું છે.

કોમ્યુનિટી – હોલ પાર્કિંગ માં ફેરવાયો…..
જૂના નાકા સ્થિત કોમ્યુનિટી હોલ એ ગ્રામ પંચાયત ની મિલકત છે અને પે – પાર્કિંગ માટે ફક્ત કોમ્યુનિટી હોલ ની આગળ ની જગ્યા ને જ કરાર આધારિત ભાડે આપવા અંગે ની જાહેર નિવીદા હોવા છતાં કોન્ટ્રાકટર દ્વારા કોમ્યુનિટી હોલ ને પાર્કિંગ હોલ માં ફેરવતા મામલો વધુ સંગીન બન્યો છે.ગ્રામ પંચાયત ની અંગત મિલ્કત( કોમ્યુનિટી હોલ )  સિવાય ની જગ્યા અંગે જ જાહેર નીવીદા માં ઉલ્લેખ છે તો પછી કોમ્યુનિટી હોલ પાર્કિંગ હોલ માં ફેરવાયો કેવી રીતે ? ત્યારે શું જાહેર નિવિદા માં ઉલ્લેખિત સ્થળ સિવાય ના અન્ય સ્થળ નો ઉપયોગ શું કોન્ટ્રાકટર પોતાની મરજી થી કરી શકે ? તેમજ કોમ્યુનિટી હોલ ને જે રીતે પાર્કિંગ માં તબદીલ કરી ઉપયોગ કરાઇ રહ્યો છે તે જોતાં કોન્ટ્રાકટર પોતાની મરજી મુજબ પાર્કિંગ ચલાવી રહ્યા હોય તે જણાઈ આવે છે.

ગ્રામ પંચાયત ને ફરિયાદ મળતાં કોન્ટ્રાકટર ને નોટિસ અપાઈ….
પે – પાર્કિંગ ના નિયમો માં પોતાની મરજી પ્રમાણે વર્તતા કોન્ટ્રાકટર ની કામગીરી બાબતે યાત્રિક દ્વારા અંબાજી ગ્રામ પંચાયત ને મૌખિક માં ફરિયાદ મળતા ગ્રામ પંચાયત દ્વારા હાલ માં કોન્ટ્રાકટર ને ફક્ત નોટિસ અપાઈ છે ત્યારે જાહેર નિવિદા માં દર્શાવ્યા મુજબ નિયમ ભંગ માટે તાત્કાલિક કોન્ટ્રાક્ટ રદ્દ, ડિપોઝિટ જપ્તી ની કાર્યવાહી કરવાની હોય છે ત્યારે અત્યારે ફક્ત નોટિસ પાઠવી ને સંતોષ મનાઈ રહ્યો છે.ત્યારે શું ગ્રામ પંચાયત ના અધિકારીઓ,હોદ્દેદારો ની  કોન્ટ્રાકટર જોડે સાંઠ – ગાંઠ છે કે જેના લીધે જાહેર નીવિદા ના નિયમ મુજબ નહિ વર્તી ને નામ માત્ર ની નોટિસ આપવા પૂરતી કાર્યવાહી કરી કોન્ટ્રાકટર ને છાવરી  રહ્યા છે?

નિયમો ના ઉલ્લંઘન થતા કોન્ટ્રાક્ટ રદ્દ કરવાનો જાહેર નિવિદા ના નિયમો માં ઉલ્લેખ….

અંબાજી ગ્રામ પંચાયત દ્વારા ૧૧ માસ ના કરાર આધારિત પે – પાર્કિંગ ની જાહેરાત ના નિયમો માં  ઉલ્લેખિત નિયમો ના પાલન કરવાનો ઉલ્લેખ કરાયો છે તેમજ જો લિખિત નિયમો માંથી કોઈ પણ નિયમ ભંગ થશે તો તાત્કાલિક ધોરણે કોન્ટ્રાક્ટ રદ્દ કરવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે .

જેમાં લખેલ નિયમો માં કોમ્યુનિટી હોલ નો પાર્કિંગ માટે ઉપયોગ,તેમજ સ્ટાફ દ્વારા યાત્રિકો જોડે દુર્વ્યવહાર,સ્ટાફ ના કૈફી પદાર્થો ના સેવન,
નક્કી કરેલ ભાવ કરતાં વધુ વસુલાત , જાહેર ભાવ લીસ્ટ નું બોર્ડ લગાવવા ,વગેરે જેવા નિયમો નો ભંગ થતા તાત્કાલિક કોન્ટ્રાક્ટ રદ્દ તેમજ ડિપોઝિટ જપ્તી જેવા નિયમો નો લેખિત માં ઉલ્લેખ કરાયો છે

ત્યારે હાલ માં ફક્ત નોટિસ આપી નામ ની કામગીરી કરતા ગ્રામ પંચાયત ના અધિકારીઓ પાર્કિંગ કોન્ટ્રાકટર ને છાવરી રહ્યા છે ત્યારે આવા કોન્ટ્રાકટર સામે કાયદેસર ની કાર્યવાહી કરી , ડિપોઝિટ જપ્ત કરી ,ટેન્ડર રદ્દ કરી બ્લેકલિસ્ટ કરવા જોઈએ .જેથી ભવિષ્ય માં અન્ય કોન્ટ્રાક્ટરો પણ નિયમ મુજબ વર્તી પંચાયત ના નિયમો નું માન જાળવતા થાય.

રિપોર્ટર… અમિત પટેલ અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫’નું ભવ્ય આયોજન કરાશે

અંબાજી, સંજીવ રાજપૂત: ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી…

શક્તિપીઠ અંબાજી ખાતે જગદંબાના પ્રાગટ્ય દિન પોષી પૂનમની શ્રધ્ધાભેર ઉજવણી: મોટી સંખ્યામાં માઇભક્તો ઉમટ્યા

અંબાજી, સંજીવ રાજપૂત: શક્તિપીઠ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર…

શક્તિપીઠ અંબાજી, શાકંભરી નવરાત્રી પર્વ, વિશ્વ કલ્યાણ માટે 1008 ઔષધીઓનો યજ્ઞ, ગણેશ યાગ સાથેનો મહાયજ્ઞ યોજાયો

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને…

1 of 16

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *