શક્તિ ભક્તિ અને આસ્થા નું ત્રિવેણી સંગમ ગણાતું માં જગતજનની અંબા નુ મંદિર વિશ્વભરમાં વિખ્યાત છે. ત્યારે માં જગતજનની અંબા ના ધામે હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો માતાજીના દર્શનાર્થે આવે છે. અંબાજી મંદિર ખાતે અનેકો ધાર્મિક અને પરંપરાગત યોજાતા કાર્યક્રમો ધૂમધામથી યોજવામાં આવે છે જેમાં ભક્તો રંગ ચંગે તેમાં ભાગ લેતા હોય છે. ગઈકાલે અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજવામાં આવી હતી. જેથી મંદિર બપોરે એક વાગે પછી દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન માતાજીના મંદિર અને ચાચર ચોક સહિત ગર્ભ ગ્રહ અને માતાજીના આભૂષણો સહિત પૂજા સામગ્રીની સાફ-સફાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ માતાજીના મંદિરમાં સાંજ ની આરતી રાત્રે 9:00 કલાકે શરૂ કરવામાં આવી હતી.
પ્રક્ષાલન વિધિ ના લીધે અંબાજી મંદિર માં માતાજી ની આરતી રાત્રે 9:00 કલાકે કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં માઇ ભક્તો ઉમટ્યા હતા. પ્રક્ષાલન વિધિ ના લીધે બપોરે એક કલાકથી મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. જેના કારણે રાત્રે 9:00 કલાકે માતાજી ની આરતીમાં ભક્તોની ભારી ભીડ જોવા મળી હતી. ભક્તો મોટી સંખ્યામાં માતાજીની આરાધના કરતા જોવા મળ્યા હતા. આરતી દરમિયાન ભક્તો જય જય અંબેના જય ઘોષ સાથે માતાજીની ભક્તિમાં લીન થયા હતા. અને અંબાજી મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ભક્તોના જયકારો થી અંબાજી મંદિર ગુંજી ઉઠ્યું હતું.
અંબાજી પ્રહલાદ પૂજારી