છઠ્ઠા દિવસની દિલ્હી રામકથામાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાની હાજરી
દિલ્હી (તખુભાઈ સાંડસુર દ્વારા)
પ્રગતિ મેદાન ભારત મંડપમ ખાતે આયોજિત પૂ. મોરારિબાપુના વ્યાસાસને ગવાઇ રહેલી” માનસ સનાતન ધર્મ “રામ કથા આજે તા 22/1/26 ના છઠ્ઠા દિવસના સંવાદમાં પ્રવેશ પામીને અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિરામ પામી હતી.
આજની કથામાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી માનનીય દિલ્હી મુખ્યમંત્રી સુશ્રી રેખા ગુપ્તાજી સાંસદ તથા દિલ્હી ભાજપના પૂર્વ પ્રમુખ મનોજ તિવારીજી અને કથાકારો પુંડરિક પંડિત મહારાજ તથા સૈનિકોના પ્રમુખશ્રી તથા અનેક મહાનુભાવો ઉપસ્થિત હતા.
પૂજ્ય મોરારિબાપુ એ આજની કથામાં પોતાની વાણી મુખરિત કરતાં કહ્યું કે સાચે જ એ વાત સત્ય છે કે સનાતન ધર્મનો પાંચમો વેદ રામચરિત માનસ છે.સનાતનમાં શોર નહીં પરંતુ સ્વરૂપ સ્થાપિત થવું જોઈએ.પરમ ધર્મની વ્યાખ્યા સનાતનના પરિપેક્ષ્યમાં થવી જોઈએ. સનાતનના પ્રવાહનું નામ ગંગા, પર્વતનું નામ કૈલાશ, વૃક્ષનું નામ અક્ષય વટ, શીતલતાનું નામ ચંદ્ર, ઉર્જાનું નામ ભગવાન ભાસ્કર અને ગ્રંથનું નામ સનાતનમાં વેદ છે.
સનાતનની વ્યાખ્યામાં સત્ય પરમ ધર્મ છે, આપણાં ઈસ્ટનુ આજ્ઞા પાલન એ પણ પરમ ધર્મ અને આખરી વ્યક્તિ સુધી પહોંચવું તે પણ પરમ ધર્મ છે, જીવ ભૂતો સનાતન. વિજ્ઞાન વસ્તુ પર કામ કરે છે અને ધર્મ વ્યક્તિ પર કામ કરે છે.
મુખ્યમંત્રી શ્રી રેખા ગુપ્તાજીએ યમુનાજીના શુદ્ધિકરણ માટે બાપુએ ઇગિંત કરેલી આજ્ઞાને સ્વીકારી લેતા કહ્યું કે મારી એક એક એક ક્ષણ આ ચિંતામાં જઈ રહી છે. હું તે માટે બધું જ કરવા પ્રયત્ન કરીશ. પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથજી એ કહ્યું કે મેં જ્યારે પદ સ્વીકાર્યું ત્યારે બાપુ એ જણાવ્યા મુજબના ચાર મતો પૈકી મેં પ્રથમ મત એટલે કે સાધુમત એ સ્વીકાર્યો હતો.તેમાં મુખ્ય મત પૂજ્ય મોરારિબાપુનો હતો.આગામી દિવસોમાં એ મારી આત્મકથામાં પણ જોવા મળશે.
આ ઉપરાંત પુ.પુડંરિક મહારાજ અને અન્ય મહાનુભાવો એ પણ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. યવતમાલ કથાના યજમાન શ્રી વિજય દર્ડાજી કે જે ખ્યાતનામ મરાઠી દૈનિક લોકમતના ચેરમેન છે તેઓએ આજે પોતાની રામકથાનું એક પુસ્તક “રામ રસાયણ” વ્યાસપીઠને અર્પણ કર્યું હતું. શ્રી જયદેવભાઈ માંકડ દ્વારા સંપાદિત પૂજ્ય બાપુની રામકથાની દ્રષ્ટાંત કથાઓનું પુસ્તક હિન્દીમાં પ્રકાશન” દ્રષ્ટાંત કી દીપમાલા” વ્યાસપીઠને અર્પણ થઈને લોકાર્પિત થયું.શ્રી નિતીન વડગામમાં સંપાદિત રામકથા” રામ યાત્રા”નું પુસ્તક પુષ્પ પણ આજે વ્યાસપીઠને અર્પણ થયું એમ કુલ મળીને ત્રણ પુસ્તકોનું લોકાર્પણ કરવામાં આવ્યું.
આચાર્ય પુ.લોકેશ મુનિજી કે જે જૈન પરંપરાના સાધુ હોવા છતાં માનસ સનાતન ધર્મ રામકથાના આધારે તેઓએ પોતાનું નામ બદલીને હવે લોકેશ શ્રી આચાર્ય લોકેશ સનાતની જાહેર કર્યું છે.બાપુના વિનયના કારણે તેમણે અહિંસા વિશ્વભારતી સંસ્થાના શુભ હેતુ મળતી ધન રાશી સ્વીકારવાનો પણ સંકલ્પ જાહેર કર્યો અને આજે તેમાં રૂપિયા બે કરોડની ધન રાશિ પ્રાપ્ત થઈ.
















