રોજના 4000 થી 4500 માટીના શિવલિંગ બનાવવામાં આવે છે
શક્તિપીઠ અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે.આ શક્તિપીઠમા માં અંબાના મંદિર સિવાય 14 થી વધુ શિવાલયો આવેલા છે.અરાવલી પર્વતમાળાની ગીરીમાળાઓમાં ઘણા શિવ મંદિર આવેલા છે. આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ છે,
ત્યારે અંબાજી નજીક આવેલા કુંભારીયા ગામે આવેલા રામેશ્વર મહાદેવ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવ ભક્તો દ્વારા સતત એક મહિના સુધી પાર્થેશ્વર પૂજા શરુ કરાઈ છે.રોજ સવારે કુંવારી કાળી માટી લાવીને તેના નાના નાના શિવલિંગ બનાવવામાં આવે છે
અને ત્યારબાદ માટીના જ ગણપતિ અને નાગ દેવતાની મૂર્તિઓ બનાવીને શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી આ પૂજન કરાય છે.રોજના હજારો નાના નાના શિવલિંગ બનાવીને પૂજન કર્યા બાદ આ શિવલિંગને સરસ્વતી નદીના જળમાં પધરાવવામાં આવે છે.આ પૂજાનું વિશેષ મહત્વ છે.
રામેશ્વર મહાદેવ ખાતે રોજ સવારે કાળી માટીથી શિવ ભક્તો નાના નાના શિવલિંગ બનાવે છે અને ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી સોળસો પ્રચાર પૂજન કરાય છે .દરેક નાના નાના માટીના શિવલિંગ ની પંચામૃત સાથે પૂજાની શરૂઆત થાય છે અને છેલ્લે બીલીપત્ર ,પ્રસાદ નો ભોગ કરી આરતી સાથે સોળસો પ્રચાર પૂજા પૂર્ણ થાય છે.
શિવમૂર્તિની પૂજા કરવાથી તપ કરતાં વધુ ફળ મળે છે. પૃથ્વી પરના લિંગને તમામ જાતિઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી અનેક ઇચ્છિત ફળ મળે છે.પાર્થિવ શિવલિંગની પૂજાથી ધન, સમૃદ્ધિ, ઉંમર અને લક્ષ્મી મળે છે અને સમગ્ર કાર્ય પૂર્ણ થાય છે.સતયુગ મા ભગવાન શિવ ને પામવા માટે માતા પાર્વતીએ પણ પાર્થેશ્વર પૂજા કરી હતી ,આ પાર્થેશ્વર પૂજા આદિ અનાદી કાળથી ચાલી આવે છે.
રિપોર્ટર પ્રહલાદ પુજારી અંબાજી