કાકીડી રામકથાના સાતમા દિવસે શ્રોતાઓ રાસગરબાથી ઝુમી ઉઠ્યાં
મહુવા તાલુકાના કાકીડી ગામે તારીખ 19 ઓક્ટોબરથી આરંભાયેલી પૂજ્ય મોરારિબાપુના વ્યાસાસને ગવાયેલી કથાના ક્રમની 945મી કથાએ આજે સાતમા દિવસમાં પ્રવેશ કર્યો હતો કાકીડી ગામ તથા આસપાસના લોકો તથા શ્રવણ માટે ખૂબ મોટી સંખ્યામાં આજે ઉમટી પડ્યાં હતા
ગામની દિકરીનો ઉદગાર એવો હતો કે આ કથા ના માધ્યમથી કાકિડી ગામની બેન દીકરીઓ જેને અમે એકમેક ઘણાં વર્ષોથી મળ્યા નથી તેઓ એક સાથે દીકરી મેળાના રૂપમાં ઉપસ્થિત રહેવા માટે આ રામકથા માધ્યમ બની છે તેનો અમને આનંદ છે
પૂ.બાપુએ આજની કથાના પ્રારંભે પોતાની વાણીને મુખર કરતા કહ્યું કે આજે એક પ્રશ્ન એવો આવ્યો છે કે મહાભારત ગ્રંથને આપણે આપણા ઘરે રાખી શકતા નથી,વસાવી શકતા નથી.જો રાખીએ તો કંઈક અનર્થ થાય તે સંદર્ભમાં પ્રશ્ન કર્તા એ એકાદ ઉદાહરણ આપીને એમ કહ્યું કે મહાભારતના ગ્રંથ વિશે લખનાર એક જાણીતા લેખક દરમિયાનમાં બીમારીમાં પટકાયેલા એટલે લોકોક્તિ છે કે મહાભારત ગ્રંથ જો ઘરમાં હોય તો શાંતિ ન લેવા દે!
બાપુએ તેના જવાબમાં કહ્યું કે કોઈ ગ્રંથ એ આપણને ડરાવી ન શકે પરંતુ આપણા મનમાં જે કેટલીક ગ્રંથીઓ દાખલ થઈ ગઈ છે તેનાથી સતત આપણને ડર લાગે છે મહાભારત એ વ્યાસજીનો એવો ગ્રંથ છે કે તેનું પઠન એક સાથે કરવું કે અશક્ય જેવું છે
એક વર્ષ સુધી સતત તેનો પઠન કરવાથી થોડા વધતાં અંશે આપણે તેમજ સફળ થઈએ છીએ કોઈ ગ્રંથથી આપણે ગ્રંથિ બાંધીને ડરવાની જરાય જરૂર નથી તમે સૌ મહાભારતનું પઠન પાઠન કરશો અને કોઈ તેનાથી આપત્તિ વિભક્તિ આવશે તો હું તેની જવાબદારી લઈ લઉં છુ
શ્લોક ને લોક સુધી જવું હોય તો ગાય,ગાયનું છાણ,દીવો વગેરે સૌએ સ્વીકારવા જોઈએ નવ નિધિ એટલે નવ પ્રકારની ભક્તિ એમ સમજવુ રામાયણની કથા સોડષ ઉપચાર છે આ ઉપચારો આહવાન,આસન,પ્રાદ્યમ અર્ધ્યમ્,અને સ્નાનમ્ વગેરેને ગણી શકાય યજ્ઞોપવિતમમા નવ ધાગા છે
બાપુએ મહાભારતની કથામાં દ્રુપદ અને દ્રોણ ની મૈત્રી ની વાત અને પછી દ્રૌપદી અને તેના જીવનની સાથે સંકળાયેલી કથાઓ ઉપર સુંદર વાતો મુકી હતી.
આજની કથામાં બાપુએ અંતિમ ભાગમાં કથાનો એક નાનકડો હિસ્સો રાસોત્સવને પણ જીવંત કરીને સમગ્ર શ્રોતાગણને નૃત્ય મહોત્સવથી અભિભૂત કર્યા હતા આજની કથામાં માનવ મંદિર આશ્રમ સાવરકુંડલાના ભક્તિરામબાપુ,કથાકાર શરદભાઈ વ્યાસ વગેરે ઉપસ્થિત હતા
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા