ટેમ્પલ ઇન્સ્પેક્ટર પ્રવિણપુરી ની પણ બદલી
અંબાજી મંદિરમા વહીવટી વિભાગમા ફરજ બજાવતા 3 લોકોની બદલી થઈ છે. બદલી મા સૌથી મોટુ નામ વિવાદિત સમીર પરીખનુ છે.સમીર પરીખ અવાર નવાર વિવાદો મા રહેલ છે. બોલવાની તોછડી ભાષા સાથે ગમે તેને ઉતારી પાડવાની નેમ ધરાવતા સમીર પરીખ હાલ તો નવા હડાદ તાલુકામા નાયબ મામલતદાર કચેરીમા ફરજ બજાવશે. અંબાજી મંદિરમા બીજા પી.વી. બાવા ની ટેમ્પલ ઇન્સ્પેક્ટર થી માલણ સર્કલ ઓફિસર તરીકે થઈ છે.
જી એમ ચૌધરીની બદલી આમડા ઓફિસ થી પુરવઠા વિભાગ પાલનપુર ખાતે કરવામાં આવી છે. અંબાજી મંદિરમા નવા ટેમ્પલ ઇન્સ્પેક્ટર તરીકે એસ.કે.પ્રજાપતિ આવ્યા છે જેઓ ધાનેરા સર્કલ ઓફિસર હતા. જે.પી.ઝાલા અને કે.એમ.ચાવડા ની પણ નવી નિમણૂક અંબાજી મંદિરમા નાયબ મામલતદાર તરીકે થઈ છે.
@@અંબાજી મંદિરમા વર્ષોથી એકજ જગ્યાએ ચીપકી રહેલા ની બદલી ક્યારે?@@
અંબાજી મંદિરમા વર્ષોથી એકજ જગ્યાએ ચીપકી રહેલા આઉટ સોર્સિંગ કર્મચારીઓ એકજ ટેબલ રહી ફાટીને ધુમાડે ગયા છે. કેટલાક કર્મચારીઓની મિલ્કત કરોડો રૂપિયાની બની ગઈ છે. અંબાજી મંદિર માં આમડા વિભાગ માં પણ વર્ષો થી એક જગ્યા ફેવીકોલ જેમ ચાટેલા અધિકારી બદલી ક્યારે કરવામાં માં આવે છે તે એક વિચાર નો સવાલ છે એસીબી વિભાગ જરૂરી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.
રિપોર્ટ… અમિત પટેલ અંબાજી
















